Navsari Rain Update: અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક ખોરવાયો, સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
Navsari Rain Update: અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહાર પ્રભાવિત થતાં અનેક ટ્રેનો મોડી પડી હતી, જેના કારણે નવસારી રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો ફસાયા હતા. મુસાફરોની વહારે આવીને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને મેયરે કાર્યકરો સાથે મોડી રાત્રે સ્ટેશન પર પહોંચીને મુસાફરોને ભોજનના ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કર્યું હતું.
Advertisement
Navsari Rain Update: ભારે વરસાદ અથવા અન્ય ટેકનિકલ કારણોસર અમદાવાદ (Ahmedabad) અને મુંબઈ (Mumbai) વચ્ચેનો મુખ્ય રેલવે વ્યવહાર (Railway Traffic) અચાનક પ્રભાવિત થયો છે. જેના કારણે આ રૂટ પર દોડતી અનેક ટ્રેનો (Trains) માર્ગમાં જ અટવાઈ પડી હતી. ટ્રેનો કલાકો સુધી મોડી પડવાના કારણે નવસારી રેલવે સ્ટેશન (Navsari Railway Station) પર ઉતરેલા અને મુસાફરી કરી રહેલા મોટી સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

