South Gujarat Rain: દક્ષિણ ગુજરાત બેટમાં ફેરવાયું! ચીખલીમાં 8 ઈંચ અને વલસાડમાં 7 ઈંચ, 27 રસ્તાઓ બંધ
South Gujarat Rain: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં સવારે 4 કલાકમાં 39 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ચીખલીમાં 8 ઈંચ અને વલસાડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. પૂરની સ્થિતિને પગલે 27 રસ્તાઓ બંધ કરાયા છે. સાંસદ ધવલ પટેલ (Dhaval Patel) ના જણાવ્યા મુજબ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી પ્રભાવિતોનું રેસ્ક્યુ કરાયું છે.
Advertisement
South Gujarat Rain: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તોફાની બેટિંગ શરૂ કરી છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ગાળામાં જ દક્ષિણ ગુજરાતના 39 તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતમાં સૌથી વધુ નવસારી (Navsari) જિલ્લાનું ચીખલી (Chikhli) પંથક પ્રભાવિત થયું છે, જ્યાં માત્ર 2 કલાકમાં 8 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ઝીંકાયો છે. આ ઉપરાંત વલસાડ (Valsad) અને ગણદેવી (Gandevi) માં પણ 7-7 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીમાં તરબોળ થઈ ગયું છે.

