હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે હવે ફરી એક વાર વિરોધ શરૂ
હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે હવે ફરી એક વાર વિરોધ શરૂ થયો છે. હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી નારાજ મુસ્લિમ સમુદાયના નેતાઓએ ગુરુવારે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. બુધવારે, કર્ણાટકના ભટકલમાં મુસ્લિમ સમુદાયોએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. શહેરની મોટાભાગની દુકાનોના શટર દિવસભર ડાઉન રહ્યાં હતા. ભટકલ ઉડુપીથી લગભગ 90 કિમી દૂર આવેલું એક શહેર છે. આ વિસ્તારનàª
Advertisement
હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે હવે ફરી એક વાર વિરોધ શરૂ થયો છે. હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી નારાજ મુસ્લિમ સમુદાયના નેતાઓએ ગુરુવારે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. બુધવારે, કર્ણાટકના ભટકલમાં મુસ્લિમ સમુદાયોએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. શહેરની મોટાભાગની દુકાનોના શટર દિવસભર ડાઉન રહ્યાં હતા. ભટકલ ઉડુપીથી લગભગ 90 કિમી દૂર આવેલું એક શહેર છે. આ વિસ્તારના જાણીતા ડૉક્ટર હનીફ શોબાબે કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકોએ સ્વેચ્છાએ એક દિવસ માટે દુકાનો બંધ કરી છે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે હિજાબ કેસ પર પોતાનો ચુકાદો આપતા કહ્યું કે તે ઈસ્લામમાં જરૂરી ધાર્મિક પ્રથાનો ભાગ નથી. હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ સાથે કોર્ટે હિજાબ વિવાદ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનોની ઝડપી અને અસરકારક તપાસ મુદ્દે પણ સહમતી આપી હતી.
સ્કૂલ યુનિફોર્મનું પ્રિસ્ક્રાઇબ કરવું એ માત્ર વાજબી પ્રતિબંધ
જરૂરી નથી કે હિજાબ ધાર્મિક પ્રથાનો ભાગ હોય કોર્ટે ચુકાદો સંભળાવતા અવલોકન કર્યું હતું કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું એ ઇસ્લામ હેઠળ જરૂરી ધાર્મિક પ્રથાનો ભાગ નથી અને સ્કૂલ યુનિફોર્મનું પ્રિસ્ક્રાઇબ કરવું એ માત્ર વાજબી પ્રતિબંધ છે, જેના પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે નહીં. કોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે આ અંગે આદેશ જારી કરવાની સત્તા છે.
આવતીકાલે મુસ્લિમ સમુદાયના મૌલવીઓ સાથે બેઠક
આ મુદ્દે મુસ્લિમ સમાજના મૌલવીઓ સાથે પણ બેઠક યોજાશે. સમગ્ર કર્ણાટક રાજ્ય વેપાર મંડળને પણ આવતીકાલના બંધમાં ભાગ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુસ્લિમ નેતા સગીર અહેમદે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ આવતીકાલે મુસ્લિમ સમુદાયના મૌલવીઓ સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે આ બંધ માટે કોઈને દબાણ કરવાનમાં નહીં આવે.


