Sabarkantha Accident: હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા
- Sabarkantha Accident: એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો
- NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત થયો
- ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
Sabarkantha Accident: સાબરકાંઠાના હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો છે. NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત થયો છે. ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. જેમાં રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં ચાર લોકોના મોત થયા છે.
ચાર પૈકી ત્રણ શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેરનું મોત થયુ
ચાર પૈકી ત્રણ શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેરનું મોત થયુ છે. આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી અને સીએમ આવવાના હોવાથી રસ્તા પર સમારકામ ચાલી રહ્યું હતું. તથા હિંમતનગર-ચિલોડા હાઈવેની ક્ષતિઓ દૂર કરવા NHAI દ્વારા રાત દિવસ કામ હાથ ધરાયુ હતું. જેમાં નિર્માણ કાર્યના રુબરુ નિરીક્ષણને લઈ જોખમી હાઈવેની ક્ષતિઓ દુર કરવા પ્રયાસ કરાયા હતા. ત્યારે આ અકસ્માત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.
Sabarkantha Accident: NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી હતી
સાબરકાંઠા હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં ચાર લોકોના મોત નિપજ્યા છે. આ ચાર પૈકી ત્રણ શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેરનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો: Commonwealth Games: કોમનવેલ્થની યજમાની અંગે આજે આવશે નિર્ણય, જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરાત