ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paris Olympics 2024: એક્શનમાં દેખાશે મનુ ભાકર-લક્ષ્ય સેન, આજે બે મેડલની આશા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા આજે ફરી એકવાર મનુ ભાકર મેદાનમાં ઉતરશે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો Paris Olympics 2024:મતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિક(Paris Olympics 2024)માં ભારતે અત્યાર સુધીમાં...
01:10 PM Aug 02, 2024 IST | Hiren Dave
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા આજે ફરી એકવાર મનુ ભાકર મેદાનમાં ઉતરશે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો Paris Olympics 2024:મતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિક(Paris Olympics 2024)માં ભારતે અત્યાર સુધીમાં...
  1. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
  2. આજે ફરી એકવાર મનુ ભાકર મેદાનમાં ઉતરશે
  3. મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો

Paris Olympics 2024:મતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિક(Paris Olympics 2024)માં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સ્વપ્નિન કુસાણેએ છઠ્ઠા દિવસે ત્રીજો બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે મનુ ભાકરે પહેલો મેડલ જીત્યો હતો. જ્યારે બીજો મનુ અને સરબજોત સિંહ ટીમ ઈવેન્ટમાં લઈને આવ્યા હતા.આજે સાતમા દિવસે (2જી ઓગસ્ટ) ભારત ફરી એકવાર મનુને મેદાનમાં ઉતારશે. તે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન મેચમાં ભાગ લેશે. આ સિવાય બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો થશે.

 

મેડલની નજીક પહોંચવાનું લક્ષ્ય રાખશે

બેડમિન્ટનમાં ભારતની સૌથી મોટી આશાઓ પૈકીના એક લક્ષ્ય સેન સેમિફાઈનલમાં પહોંચવા પર નજર રાખશે. જો લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે મેડલની નજીક આવશે. જો લક્ષ્ય આ મેચ પછી આગામી મેચ જીતવામાં સફળ રહે છે તો તેને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે. જો તેમની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થાય છે તો તેણે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.

આ પણ  વાંચો -Paris Olympic 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલક્ષેત્ર પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો

ભારતીય હૉકી ટીમ વાપસી કરવા માંગશે

ભારતીય પુરૂષ હૉકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી અજેય રહી હતી પરંતુ બેલ્જિયમે પુલ બીમાં તેનું અભિયાન અટકાવી દીધું હતું. ભારત પહેલેથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા વાપસી કરવા માંગશે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ભૂલો સુધારવાની તક હશે.

આ પણ  વાંચો -Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી

સાતમા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ...

 

Tags :
ArcheryGamesindia scheduleLakshya SenManu BhakarOLYMPICSOLYMPICS 2024Olympics GamesPARIS OLYMPICS 2024Paris Olympics 2024 Day 7shooting
Next Article