Paris Olympic2024: બ્રોન્ઝ મેડલ માટે ભારતીય હોકી ટીમ હવે આ ટીમ સામે ટક્કર
- બ્રોન્ઝ મેડલ માટે ભારતીય હોકી ટીમ રમશે
- ભારતીય હોકી ટીમ સ્પેનિશ સામે ટકરાશે
- સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને હરાવ્યું
Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક(Paris Olympic2024)માં 6 ઓગસ્ટે 11મો દિવસ છે. હોકીને સેમિફાઈનલમાં ભારતીય ટીમ(Indian Hockey Team)નો મુકાબલો જર્મની સાથે થયો હતો. જેમાં જર્મનીએ ભારતીય ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે બ્રોન્ઝ મેડલ માટે ભારતીય હોકી ટીમ રમશે.
ભારતની 44 વર્ષની રાહ વધી
જર્મનીએ સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમને હરાવીને પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જર્મનીએ આ મેચમાં ભારતને 3-2ના માર્જીનથી હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી. ફાઇનલમાં જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે જેણે અન્ય સેમિફાઇનલમાં સ્પેનને હરાવ્યું હતું. ભારતીય ટીમ ભલે ગોલ્ડ મેડલની મેચ માટે ક્વોલિફાય ન થઈ શકી પરંતુ હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેશે. ભારત બ્રોન્ઝ માટે સ્પેન સામે ટકરાશે. આ મેચમાં ભારતે પ્રથમ ક્વાર્ટરમાં એક ગોલ કરીને લીડ મેળવી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં જર્મનીએ બે ગોલ કરીને ભારત પર સરસાઈ મેળવી લીધી હતી. આ પછી, ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી બરાબરીનો ગોલ કર્યો, પરંતુ મેચ સમાપ્ત થવાની 10 મિનિટ પહેલા, જર્મનીએ ત્રીજો ગોલ કર્યો જેણે આખરે તફાવત કર્યો. આ રીતે ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતની 44 વર્ષની રાહ વધી ગઈ છે.
Dominated Australia with style. Fought valiantly against Great Britain with 10 men. Matched Germany stride for stride. Time to regroup and win the Bronze we truly deserve. 🇮🇳
👉 Follow for updates from @sportwalkmedia in Paris - Powered by @thebharatarmy#Hockey #Paris2024… https://t.co/fD4C0KTQwB
— Divakar KS (@divakar_ks) August 6, 2024
આ પણ વાંચો -Paris Olympic 2024 : લડાયક મેચમાં ભારતીય હોકી ટીમનો પરાજય, જર્મનીનો 3-2 થી વિજય
બ્રોન્ઝ મેડલ મેચ માટે સ્પેનની ટીમનો સામનો કરશે
ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચ માટે સ્પેનિશ ટીમ સામે ટકરાશે. આ મેચ 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 5.30 કલાકે રમાશે. સેમિફાઇનલ મેચમાં નેધરલેન્ડ સામે સ્પેનનો 4-0થી કારમી પરાજય થયો હતો. સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને હરાવ્યું હતું.
આ પણ વાંચો -Paris Olympic 2024 : પેરિસમાં ઇતિહાસ રચવાની તૈયારીમાં વિનેશ, ગોલ્ડ મેડલથી એક જીત દૂર
નેધરલેન્ડ હોકીની ફાઇનલમાં
પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં નેધરલેન્ડની ટીમ સેમિફાઈનલમાં સ્પેનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. નેધરલેન્ડ સ્પેનને 4-0થી પછાડ્યું હતું.
આ પણ વાંચો -Paris Olympic 2024 : વિનેશની સફળતા પર બજરંગ પુનિયાએ શું આપી પ્રતિક્રિયા?
ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું
પેરિસ ઓલિમ્પિક 2024ના 9મા દિવસે એટલે કે 4 ઓગસ્ટના રોજ હોકીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે હતી. પ્રથમ ક્વાર્ટર ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી હતી. જ્યાં ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી મેચનું અંતિમ પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી થયું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી.
ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન
ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે કુલ 8 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે. વર્ષ 1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્ષ 1960માં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે 1968, 1972 અને 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.