Paris Olympics 2024:તિરંદાજીમાં Ankita and Dheerajની જોડી પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં
- પેરિસ ઓલિમ્પિકમાં તિરંગદાજીમાં મેડલની આશા
- તિરંગદાજી ભારતીય જોડી પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં
- અંકિતા અને ધીરજે ઇન્ડોનેશિયાને હરાવ્યું
Paris olympics 2024:પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તીરંદાજી(Archery)ની મિશ્ર સ્પર્ધામાં અંકિતા ભકત (ankita)અને ધીરજ બોમાદેવરા(dheeraj)ની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંકિતા અને ધીરજની જોડીએ મેચ 5-1થી જીતીને અંતિમ 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
અંકિતા ભક્ત અને ધીરજની ભારતીય જોડીએ શાનદાર રમત રમી અને ટાર્ગેટને ફટકાર્યો અને ભારતની મેડલની આશા વધારી. આ જોડીએ પહેલો સેટ 37-36થી જીતીને 2 પોઈન્ટથી શરૂઆત કરી હતી. બીજા સેટમાં મુકાબલો નજીક હતો અને ઇન્ડોનેશિયાની જોડીએ સ્કોર 38-38થી બરાબરી કરી હતી. ભારતને અહીં 1 પોઈન્ટ મળ્યો અને તેનો સ્કોર ત્રણ થઈ ગયો.
Paris Olympicમાં તિરંદાજીમાં મેડલની Ankita and Dheerajની જોડી પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં@Paris2024 @mansukhmandviya @WeAreTeamIndia @PTUshaOfficial @Media_SAI#ankita #dheeraj #Archery #bronzemedal #ParisOlympics2024 #QuarterFinals #TeamIndia #BronzeMed #GoldMedal #OlympicSpirit… pic.twitter.com/SIvjZAbZIh
— Gujarat First (@GujaratFirst) August 2, 2024
આ પણ વાંચો -Paris Olympics 2024: એક્શનમાં દેખાશે મનુ ભાકર-લક્ષ્ય સેન, આજે બે મેડલની આશા
આ પછી, આગલા રાઉન્ડમાં અંકિતા અને ધીરજની જોડીએ 38-37થી જીત મેળવી અને 2 મહત્વના પોઈન્ટ મેળવ્યા અને 5-1થી જીત મેળવીને અંતિમ 8માં જગ્યા બનાવી.
આ પણ વાંચો -Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી
કેવું રહ્યું અંકિતા અને ધીરજનું પર્ફોર્મન્સ?
અંકિતા અને ધીરજની જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું અને ઇન્ડોનેશિયાની જોડી ડિયાન્ડા કોરુનિસા અને આરિફ પંગેસ્ટુને 5-1થી પરાજય આપ્યો હતો.ભારતીય જોડીએ 2 શોટના 6 રાઉન્ડમાંથી 5 જીત્યા, જ્યારે ઇન્ડોનેશિયન જોડી માત્ર 1 રાઉન્ડ જ જીતી શકી.આ જીત સાથે આ ઈવેન્ટમાં ભારતની મેડલની આશા વધી ગઈ છે.
આ પણ વાંચો -Paris Olympic 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલક્ષેત્ર પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો
જુડોમાં નિરાશા મળી
જુડો સ્પર્ધામાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ભારતની તુલિકા માન 78 કિગ્રા વજન વર્ગમાં ક્યુબાની ભૂતપૂર્વ ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ઇડાલિસ ઓર્ટિઝ સામે હારી ગઈ છે, આ સાથે, તુલિકા કોમનવેલ્થમાં હારી ગઈ છે 2022ની ગેમ્સમાં ભારતે આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તે ભારતીય અપેક્ષાઓ પૂરી કરી શક્યું નથી.