Paris Olympics 2024: મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં મેળવ્યો પ્રથમ મેડલ
Paris Olympics 2024: મનુએ ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેળવી લીધો છે. બ્રોન્ઝ મેડલ મેળવીને 2024 ના Paris Olympics માં ભારતની નામના વધારી છે. નોંધનીય છે કે, આજે પેરિસ ઓલિમ્પિક 2024નો બીજો દિવસ છે. તમામની નજર શૂટર મનુ ભાકર પર ટકી રહીં હતી. જે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાગ લઈ રહી હતી. તેણે બ્રોન્ઝ મેડલ આપવીને ભારતનું સ્વપ્ન સાકાર કરી દીધું છે. નોંધનીય છે કે, 22 વર્ષની મનુ ભાકર ટોક્યો ઓલિમ્પિકમાં કંઈ ખાસ કરી શકી નથી, પરંતુ આ વખતે પેરિસમાં ખુબ જ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે.
પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેળવનાર પ્રથમ ભારતીય
મનુ ભાકર કુલ 580 પોઈન્ટ સાથે 60 શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પ્રથમ શ્રેણીમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમી શ્રેણીમાં 96 અને છઠ્ઠી શ્રેણીમાં 96 ગુણ મેળવ્યા હતા. રિધમ સાંગવાન પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી, પરંતુ તેણે નિરાશ કર્યું. રિધમ 573 પોઈન્ટ સાથે 15મા સ્થાને છે. આઠ શૂટરો ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યા છે.
મનુ ભાકરે પેરિસમાં ભારતને રોશન કર્યું
ઉલ્લેખનીય છે કે, 22 વર્ષની મનુ ભાકર પેરિસ 2024 ઓલિમ્પિક શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે 21-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી એક માત્ર એથ્લેટ છે જેણે બહુવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. અત્યારે મનુ ભાકરે ભારતને સારી એવી નામના આપવી છે. અત્યારે મનુએ ભારતને Paris Olympics નો પહેલો મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે ભારતનું પ્રદર્શન ખુબ જ સારૂ જોવા મળી રહ્યું છે.