Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympics 2024: આજે ઝળકશે નીરજ ચોપડા! ભારતીય હોકી ટીમ રચશે ઇતિહાસ!

ઓલિમ્પિકમાં ભારતીયને ગોલ્ડ મેડલની આશા નીરજ ચોપડાની આજે પ્રથમ મેચ સેમીફાઇનલમાં ભારતીય હોકી ટીમની જર્મની સામે ટક્કર   Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)ભારતીય ટીમના પ્રશંસકો માટે આજનો દિવસ મોટો થવાનો છે. હોકી ટીમ ઓલિમ્પિકમાં જર્મની સામે...
paris olympics 2024  આજે ઝળકશે નીરજ ચોપડા  ભારતીય હોકી ટીમ રચશે ઇતિહાસ
Advertisement
  1. ઓલિમ્પિકમાં ભારતીયને ગોલ્ડ મેડલની આશા
  2. નીરજ ચોપડાની આજે પ્રથમ મેચ
  3. સેમીફાઇનલમાં ભારતીય હોકી ટીમની જર્મની સામે ટક્કર

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)ભારતીય ટીમના પ્રશંસકો માટે આજનો દિવસ મોટો થવાનો છે. હોકી ટીમ ઓલિમ્પિકમાં જર્મની સામે સેમીફાઇનલ મેચ રમશે. અહીં જીતનો અર્થ એ થશે કે ભારતને હોકીમાં મેડલ નિશ્ચિત થઈ જશે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પણ આજે એક્શનમાં રહેશે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પણ પોતાનો દાવો રજૂ કરતી જોવા મળશે. 6 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકના 11મા દિવસે ભારતનો કાર્યક્રમ કેવો રહેશે તેના પર એક નજર કરીએ.

Advertisement

Advertisement

ઓલિમ્પિકમાં ભારતને મેડલની  આશા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે. શૂટર મનુ ભરતે આ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુએ 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્વપ્નિલ કુસલેએ 50 મીટર એર રાઈફલ 3 પોઝિશન શૂટિંગમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અત્યાર સુધી જીતેલા ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. લક્ષ્ય સેન બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગયો.

આ પણ  વાંચો -Paris olympics 2024 : કુસ્તીબાજમાં નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં મળી નિરાશા

Paris Olympics ના 11 મા દિવસે ભારતનું શેડ્યૂલ..

ટેબલ ટેનિસ:

પુરુષોની ટીમ (પ્રી-ક્વાર્ટર ફાઈનલ):
ભારત (હરમીત દેસાઈ, શરથ કમલ અને માનવ ઠક્કર) વિરુદ્ધ ચીન – બપોરે 1.30 વાગ્યે

એથ્લેટિક્સ:

મેન્સ જેવલિન થ્રો (લાયકાત): કિશોર જેના – બપોરે 1.50 કલાકે
મેન્સ જેવલિન થ્રો (લાયકાત): નીરજ ચોપરા – બપોરે 3.20 કલાકે
મહિલાઓની 400 મીટર (રીપીચ): કિરણ પહલ – બપોરે 2.50 કલાકે

આ પણ  વાંચો -Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર!

કુસ્તી:

વિનેશ ફોગાટ (50 કિગ્રા) વિ યુઇ સુસાકી (જાપાન),
પ્રી ક્વાર્ટર ફાઈનલ- બપોરે 2.30 કલાકે

હોકી

પુરુષોની સેમિ-ફાઇનલ: ભારત વિ જર્મની – રાત્રે 10.30.

Tags :
Advertisement

.

×