Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympics: કુસ્તીબાજમાં ભારત માટે ખુશ ખબર, અમન સેહરાવત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

પેરિસ ઓલિમ્પિક કુસ્તીબાજમાં સારા સમાચાર  ભારતને  અમન સેહરાવતે  ક્વાર્ટર ફાઇનલમાં કુસ્તીમાં મેડલની આશા વધી Paris Olympics : ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે (Aman Sehrawat )પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympics)ક્વાર્ટર ફાઇનલમાં (quarter finals)પ્રવેશ કરી લીધો છે. અમન સેહરાવતે ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં...
paris olympics  કુસ્તીબાજમાં ભારત માટે ખુશ ખબર  અમન સેહરાવત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
Advertisement
  1. પેરિસ ઓલિમ્પિક કુસ્તીબાજમાં સારા સમાચાર 
  2. ભારતને  અમન સેહરાવતે  ક્વાર્ટર ફાઇનલમાં
  3. કુસ્તીમાં મેડલની આશા વધી

Paris Olympics : ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે (Aman Sehrawat )પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympics)ક્વાર્ટર ફાઇનલમાં (quarter finals)પ્રવેશ કરી લીધો છે. અમન સેહરાવતે ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વ્લાદિમીર એગોરોવને હરાવ્યો હતો. અમન સેહરાવતની ક્વાર્ટર ફાઈનલ મેચ હવે 4.20 કલાકે થશે. ભારતની અંશુ મલિક પણ આજે  પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

ભારતીય કુસ્તીબાજ નું  શાનદાર પ્રદર્શન

ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તી વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેની સામે મેસેડોનિયાનો વ્લાદિમીર એગોરોવ હતો. આ મેચમાં સખત સ્પર્ધાની અપેક્ષા હતી. પરંતુ ભારતીય કુસ્તીબાજના ઈરાદા અલગ હતા. અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કર્યું અને ખૂબ જ ઝડપથી પોઈન્ટ મેળવ્યા અને 10-0ની લીડ મેળવી લીધી. 10-0ની લીડ થતાં જ રેફરીએ મેચ અટકાવી દીધી અને અમન સેહરાવતને વિજેતા જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે કુશ્તીમાં, જો કોઈ કુસ્તીબાજ 10-0થી લીડ લે છે, તો તેને તકનીકી શ્રેષ્ઠતા હેઠળ વિજેતા જાહેર કરવામાં આવે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Vinesh Phogat ની સન્યાસ પર સાક્ષી મલિકે આપી પ્રથમ પ્રતિક્રિયા,જાણો શું કહ્યું

અમનએ બીજા રાઉન્ડમાં બાજી મારી

આ રીતે અમન સેહરાવત અને વ્લાદિમીર એગોરોવ નિર્ધારિત સમય પહેલા જ મેચમાં બાજી પાલડી હતી. મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવ ભારતીય કુસ્તીબાજ સામે શરૂઆતથી જ રક્ષણાત્મક દેખાતા હતા. એગોરોવને પણ હુમલો ન કરવાનું પરિણામ ભોગવવું પડ્યું. રેફરીએ નિષ્ક્રિયતા માટે ભારતીય કુસ્તીબાજને બે પોઈન્ટ આપ્યા કારણ કે એગોરોવ ખૂબ જ રક્ષણાત્મક હતો અને હુમલો કરવા તૈયાર ન હતો. ભારતીય કુસ્તીબાજએ આ લીડનો ફાયદો ઉઠાવ્યો અને ટૂંક સમયમાં જ બે-બે પોઈન્ટ લીધા અને તેની લીડ વધારીને 6-0 કરી દીધી. પ્રથમ રાઉન્ડ બાદ તેમની લીડ 6-0 હતી.આ પછી અમન સેહરાવતે બીજા રાઉન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજા રાઉન્ડમાં ઝડપથી 2-2 પોઈન્ટ્સ પર દાવ લગાવ્યો. આનાથી તેમની લીડ વધીને 10-0 થઈ, જે તેમને વિજેતા જાહેર કરવા માટે પૂરતી હતી.

આ પણ  વાંચો -

તેને સમજાવશે કે હજુ ઓલિમ્પિક બાકી છે'

મહાવીર ફોગાટે (Mahavir Singh Phogat) કહ્યું કે વિનેશના પતિ, બહેનો અને હું, જ્યારે તે આવશે ત્યારે તેને થોડા દિવસો પછી સમજાવીશું કે હજુ એક ઓલિમ્પિક બાકી છે જે તે રમી શકે છે. તેને ગોલ્ડ જીતવાનું સપનું જે આ ઓલિમ્પકમાં રહી ગયું હતું તેના માટે ફરી તૈયારી કરવી જોઈએ...

Tags :
Advertisement

.

×