Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Statue of Unity આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા તરફ

Statue of Unity Biogas Plant: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) એ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) પરેડ દરમિયાન જાહેર કર્યા મુજબ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) સ્થાપવાનો પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે.
statue of unity આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા તરફ
Advertisement
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) આસપાસના આદિવાસી પરિવારો માટેના બાયોગેસ પ્રોજેક્ટ
  • 1000 આદિવાસી પરિવારોને રસોઈ ગેસ માં આત્મનિર્ભર (Self-reliant) બનાવવાનો લક્ષ્યાંક
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પર આ યોજનાની જાહેરાત
  • અત્યાર સુધીમાં કુલ 665 થી વધુ બાયોગેસ પ્લાન્ટ (Biogas Plants) સ્થાપિત કરવામાં આવ્યા
  • નર્મદા જિલ્લાના (Narmada District) ગરુડેશ્વર તાલુકાના 89 ગામોમાં આ યોજના કાર્યરત

Statue of Unity Biogas Plant: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) એ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) પરેડ દરમિયાન જાહેર કર્યા મુજબ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) સ્થાપવાનો પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ (Biogas Plants) સફળતાપૂર્વક સ્થાપાઇ ચૂક્યા છે.

Statue of Unity પાસે રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra patel) નાં માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે (Energy Sector) આત્મનિર્ભરતા લાવવા માટેની આ યોજનાઓનો ત્વરિત અમલ કરવામાં આવી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે.

Advertisement

Statue of Unity-Biogas Plant-Narmada-Gujarat first

Advertisement

એકતાનગરના 89 ગામોમાં ઉર્જા ક્રાંતિ

આ યોજના નર્મદા જિલ્લાના (Narmada District) ગરુડેશ્વર તાલુકાની (Garudeshwar Taluka) 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલી છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (District Rural Development Agency - DRDA) દ્વારા સઘન મોનિટરીંગ (Monitoring) કરવામાં આવી રહ્યું છે.

પહેલનો મુખ્ય હેતુ શું છે ?

આ આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) વિઝન આધારિત પહેલનો મુખ્ય હેતુ એલપીજી (LPG) અને પરંપરાગત લાકડાના ઇંધણ (Traditional Wood Fuel) પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

બાયોગેસ પ્લાન્ટને કારણે દૈનિક જીવનમાં મોટો ફેરફાર થયો

વાઘપુરા ગામના રહેવાસી રવિના તડવીએ જણાવ્યું કે, "સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે દૈનિક જીવનમાં મોટો ફેરફાર થયો છે. હવે અમને એલપીજી સિલિન્ડરની (LPG Cylinder) ચિંતા નથી. આ પ્લાન્ટમાંથી મળતું સ્વચ્છ ઇંધણ (Clean Fuel) અને તેમાંથી નીકળતી સ્લરી (Slurry) ખેતીમાં રાસાયણિક ખાતરનો (Chemical Fertilizer) ઉત્તમ વિકલ્પ બની છે. આ જૈવિક ખાતર (Organic Fertilizer) પાક ઉત્પાદન વધારે છે."

Statue of Unity-Biogas Plant-Narmada-Gujarat first

યોજનાથી મહિલાઓને (Women) થયો સૌથી વધુ લાભ

સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ ઉમેર્યું કે, "આ યોજનાથી મહિલાઓને (Women) સૌથી વધુ લાભ થયો છે. ખેતરમાં કામ કર્યા પછી લાકડાં (Fuelwood) ભેગા કરવાના પરિશ્રમ અને ચૂલાના ધુમાડાથી (Smoke) થતા આંખોના નુકસાનમાંથી તેમને મુક્તિ મળી છે."

અત્યાર સુધીમાં 665 થી વધુ પ્લાન્ટ કાર્યરત

અત્યાર સુધીમાં 665 થી વધુ પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે અને બાકીના પ્લાન્ટની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ પ્લાન્ટ સ્થાપવાનો તમામ ખર્ચ સરકાર (Government) દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન (Voluntary Labour) કરવાનું રહે છે. આ પ્રોજેક્ટથી વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઘટશે.

આ પણ વાંચો:  Bhavnagar police: ભાવનગર પોલીસનું Mission Aarogyam, જવાનોના સ્વાસ્થ્ય માટે નવો સૂર્યોદય

Tags :
Advertisement

.

×