Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Amreli:લગ્નપ્રસંગમાં 'રોટલી' માટે લોહિયાળ જંગ! જાનૈયાઓએ ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો, 15 ઘાયલ

અમરેલી (Amreli) જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્નનો આનંદ માતમ અને ભયમાં ફેરવાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયા અને કન્યા પક્ષ (માંડવીયા) વચ્ચે એવી તો બબાલ થઈ કે મામલો લોહિયાળ ધીંગાણા સુધી પહોંચી ગયો હતો.
amreli લગ્નપ્રસંગમાં  રોટલી  માટે લોહિયાળ જંગ  જાનૈયાઓએ ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો  15 ઘાયલ
Advertisement
  • અમરેલી (Amreli) માં ધારીના લગ્ન પ્રસંગમાં રોટલી માટે રમખાણ!
  • ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં રોટલી માટે થઈ ગઈ ધમાલ
  • દેવીપૂજક સમાજના પ્રસંગમાં જાનૈયા અને કન્યા પક્ષના લોકોની બબાલ
  • 13થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત, સરકારી દવાખાનામાં સારવાર
  • બે વ્યક્તિને વધુ ઈજા પહોંચતા અમરેલીમાં સારવાર
  • જાનૈયાઓએ ખાનગી કાર સાથે ભયનો માહોલ સર્જ્યો

અમરેલી (Amreli) જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્નનો આનંદ માતમ અને ભયમાં ફેરવાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયા અને કન્યા પક્ષ (માંડવીયા) વચ્ચે એવી બબાલ થઈ કે મામલો લોહિયાળ ધીંગાણા સુધી પહોંચી ગયો હતો. દેવીપૂજક સમાજના આ પ્રસંગમાં જાનૈયા અને માંડવીયા પક્ષ સામસામે આવી ગયા હતા, જેમાં લાકડીઓ અને પાઈપો ઉછળ્યા હતા.

 એમરેલીમાં લગ્નમાં સામાન્ય વાતમાં સર્જાયું રમખાણ

મળતી માહિતી મુજબ અમરેલીના ચક્કરગઢ ગામેથી ખીસરી ગામે જાન આવી હતી. લગ્ન વિધિ બાદ જ્યારે જમણવાર ચાલી રહ્યો હતો, ત્યારે  રોટલી પીરસવા જેવી નજીવી બાબતે જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષના લોકોએ એકબીજા પર લાકડીઓ અને લોખંડના પાઈપ વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

Advertisement

Amreli - Gujarat first

Advertisement

બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ

આ હિંસા માત્ર મારામારી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ જાનૈયાઓ પૈકીના કેટલાક શખ્સોએ પોતાની પાસે રહેલી બોલેરો કાર હાજર લોકોના ટોળા પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે લગ્ન મંડપમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. કાર દ્વારા હુમલો કરવાના પ્રયાસને લીધે લગ્ન પ્રસંગમાં ભયાનક દહેશત ફેલાઈ ગઈ હતી.

15 લોકો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

આ બબાલમાં બંને પક્ષના થઈને અંદાજે 15 જેટલા લોકો લોહીલુહાણ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક ખીસરી ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હાલ હોસ્પિટલ અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.ખુશીના પ્રસંગમાં થયેલી આ હિંસાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:  Studio on Wheels: Mahesana ના તળેટી ગામની કમાલ, હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો

Tags :
Advertisement

.

×