Kheda : શું છે પુનાદરા જમીન વિવાદ? જેમાં કોંગ્રેસના નેતાની ધરપકડ થઈ
- ખેડા LCB (Kheda LCB) પોલીસે અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની કરી ધરપકડ
- બહેરામપુરા (Behrampura) વોર્ડના પૂર્વ કેર્પોરેટર તિરમિઝી તસ્નીમ આલમ બાવા સાહેબની ધરપકડ
- કપડવંજ (Kapadvanj) માં જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે ધરપકડ થઈ
- ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ થી રાજકીય ખળભળાટ
- પુનાદરા (Punadra) ગામમાં ખેડૂત બનવા ખોટું પેઢીનામું કર્યું હોવાના હતા આક્ષેપ
Congress Leader Arrest : અમદાવાદ (Ahmedabad) માં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખેડા એલસીબી (Kheda LCB) પોલીસ દ્વારા કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર (Congress Former Councilor) ની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ ઘટના જમીન ખરીદી અને બોગસ દસ્તાવેજો સાથે જોડાયેલી છે.
ખેડા એલસીબી (Kheda LCB) દ્વારા અમદાવાદ કોંગ્રેસ નેતાની ધરપકડ
અમદાવાદ (Ahmedabad) ના બહેરામપુરા (Behrampura) વોર્ડના પૂર્વ કોર્પોરેટર તિરમિઝી તસ્નીમ આલમ બાવા સાહેબ (Tirmizi Tasnim Alam Bawa Saheb) ની ખેડા એલસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કપડવંજ (Kapadvanj) વિસ્તારમાં જમીન ખરીદીના એક વિવાદિત મામલામાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શું છે આક્ષેપો ?
મળતી માહિતી મુજબ, કપડવંજ તાલુકાના પુનાદરા (Punadra) ગામમાં ખેડૂત બનવા માટે તેમણે કથિત રીતે ખોટું પેઢીનામું બનાવ્યું હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે તલાટી મંત્રી (Talati Mantri) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ખેડૂતનો દરજ્જો મેળવવા અને જમીન ખરીદવા માટે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજકારણમાં ખળભળાટ
ગઈકાલે મોડી રાત્રે ખેડા એલસીબી પોલીસે આ કાર્યવાહી કરી હતી. ખાસ કરીને અત્યારે જ્યારે ચૂંટણીનો સમય નજીક છે, ત્યારે કોંગ્રેસના (Congress) એક જાણીતા નેતાની આ પ્રકારે ધરપકડ થવાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.
&
અમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તિરમિઝીની ધરપકડ
બોગસ ખેડૂત બની જમીન ખરીદવાના મામલે મોટી કાર્યવાહી
કોંગ્રેસના નેતાઓ નડિયાદ LCBની ઓફિસે પહોંચ્યા
ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે નોંધાવ્યો વિરોધ
ફોર્મ ભરવાની પહેલા ધરપકડ થવી ષડયંત્ર: ખેડાવાલા
લોકપ્રિય ઉમેદવારને ખોટી રીતે… pic.twitter.com/xGffbeNPHC— Gujarat First (@GujaratFirst) April 8, 2026
આ પણ વાંચો: Local Body Election 2026 BJP List: કયા સમયે ખુલશે ભાજપનું સસ્પેન્સ? ઉમેદવારોની યાદીમાં કેમ લાગે છે વાર?


