Ahmedabad: માણેકચોકમાં ગઠિયાનો હાથફેરો, બુલિયન કર્મચારીની બેગમાંથી 5 લાખની ચોરી
અમદાવાદ (Ahmedabad) ના હાર્દ સમાન માણેકચોક (Manekchowk) વિસ્તારમાં દિવસ-દહાડે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઘાંચીની પોળ (Ghanchini Pol) વિસ્તારમાં એક બુલિયન (Bullion) પેઢીના કર્મચારીને ગઠિયાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. કર્મચારી પોતાની બેગ સાચવવાને બદલે મોબાઈલ ફોન (Mobile Phone) માં એટલો વ્યસ્ત હતો કે તેને આસપાસની ગતિવિધિઓનો સહેજ પણ અંદાજ આવ્યો નહીં. આ તકનો લાભ ઉઠાવીને એક ટોપીધારી શખ્સે અત્યંત કુશળતાપૂર્વક બેગમાંથી 5 લાખ રૂપિયા રોકડ સેરવી લીધા હતા.
બેગમાંથી નોટોના બંડલ કાઢ્યા
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, આરોપીએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર શાંતિથી બેગ ખોલી હતી અને એક પછી એક નોટોના બંડલ પોતાના કબજામાં કરી લીધા હતા. આજુબાજુ લોકોની અવરજવર હોવા છતાં ગઠિયો એટલો નિશ્ચિંત હતો કે કોઈને પણ તેના પર શંકા ન ગઈ. કર્મચારીની જરા જેટલી બેદરકારી અને મોબાઈલમાં રહેલી એકાગ્રતા તેને મોંઘી પડી હતી.
Ahmedabad theft CCTV: મોબાઇલમાં મગ્ન કર્મચારી, જાહેરમાં લૂંટાયો
ધોળા દિવસે ચોરીનાં ચોંકાવનારા CCTV વાઇરલ!
અમદાવાદના ખાડિયામાં મોબાઈલ માં ધ્યાન રહેતા કર્મચારી લૂંટાયો
માણેકચોકનાં ઘાંચીની વિસ્તારમાં બુલિયનનો કર્મચારી લૂંટાયો
કર્મચારી યુવક મોબાઈલમાં વ્યસ્ત રહ્યો, પાછળથી અજાણ્યા… pic.twitter.com/h8rb87RXTQ— Gujarat First (@GujaratFirst) May 29, 2026
આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
ઘટનાની જાણ થતા જ આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક અસરથી ખાડિયા (Khadia) પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ અને શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે ભરચક માણેકચોક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. વેપારીઓએ પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવાની અને ગુનેગારોને વહેલી તકે પકડવાની માંગ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: જખવાડા ગામમાં ભીષણ આગ, RO પ્લાન્ટ અને ઘરવખરી બળીને ખાખ


