Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath મંદિરે ‘સ્વાભિમાન પર્વ’ પૂજા બુકિંગ અને ઈ-પત્રિકાનો પ્રારંભ, અમિતભાઈ શાહે કરાવી શરૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈશાહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થાભેર પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તેમણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' વિશેષ પૂજા અને 'સોમનાથ વર્તમાન' ઈ-પત્રિકાનો શુભારંભ કરાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન શિવભક્તિની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ટીબીના દર્દીઓને સહાય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે સનાતન સંસ્કૃતિ અને લોકસેવાનો સમન્વય દર્શાવે છે.
gir somnath મંદિરે ‘સ્વાભિમાન પર્વ’ પૂજા બુકિંગ અને ઈ પત્રિકાનો પ્રારંભ  અમિતભાઈ શાહે કરાવી શરૂઆત
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે Gir Somnath માં કરી મહાદેવની પૂજા
  • શિવાજી મહારાજ શૈલીની 'મરાઠી પાઘ' કરી અર્પણ
  • 'સોમનાથ સ્વાભિમાન પર્વ' પૂજા બુકિંગનો કરાવ્યો પ્રારંભ
  • વેદ-વેદાંગ આધારિત ‘સોમનાથ વર્તમાન’ ઈ-પત્રિકાનું લોકાર્પણ
  • ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ કીટનું કરાયું વિતરણ

ગીર સોમનાથ (Gir Somnath): ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી (Union Home Minister) તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ (Amit Shah) આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા અને સમર્પણના સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેમણે સજોડે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Gir Somnath_AMIT SHAH_GUJARAT 0

Advertisement

Chhatrapati Shivaji Maharaj Style પાઘ અર્પણ

શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અમિતભાઈ શાહે સોમેશ્વર મહાપૂજા (Someshwar Mahapuja), પાઘ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે તેમણે મહાદેવને વિશેષ 'મરાઠી પાઘ' અર્પણ કરી હતી. આ પાઘડી પરમ શિવભક્ત છત્રપતિ શિવાજી મહારાજની શૈલીમાં ચાંદી અને કીમતી વસ્ત્રોના ઉપયોગથી તૈયાર કરવામાં આવી હતી. પૂજા બાદ તેમણે સોમનાથ મંદિરના શિખર પર સ્વહસ્તે ધ્વજારોહણ (Flag Hoisting) કરીને ધર્મધજા લહેરાવી હતી.

Advertisement

આ પણ વાંચો----- Morbi Furniture Shop Fire: ફર્નિચરની આખી દુકાન આગની લપેટમાં, મોટું આર્થિક નુકસાન

Somnath Swabhiman Parv Booking અને ઈ-પત્રિકાનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના આહ્વાન પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા'નું આયોજન કરાયું છે, જેના બુકિંગનો અમિતભાઈ શાહે પ્રારંભ કરાવ્યો હતો. આ વિશેષ પૂજા 11 મે, 2026થી શરૂ થશે અને ભક્તો અધિકૃત વેબસાઇટ (Somnath Temple Online Registration) પર નોંધણી કરાવી શકશે. આ પૂજામાં મહાઅભિષેક, રુદ્રાક્ષ માળા, અને માતા પાર્વતીને શૃંગાર અર્પણ જેવી વિધિઓનો સમાવેશ થાય છે.

સાથે જ, ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવા "સોમનાથ વર્તમાન" (Somnath Vartaman E-Magazine) નામની ત્રિમાસિક ઈ-પત્રિકાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

Gir Somnath_AMIT SHAH_GUJARAT 01

સામાજિક ઉત્તરદાયિત્વ: ટીબી મુક્ત અભિયાન

ધાર્મિક કાર્યક્રમની સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય નિવારણ માટે સંવેદનશીલ પહેલ કરવામાં આવી હતી. અમિતભાઈ શાહના હસ્તે ટીબીના દર્દીઓ (TB Patients) ને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના સ્વાસ્થ્ય સુધારણામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો---- Gujarat Heatwave Forecast: અમદાવાદ અને રાજકોટમાં રેકોર્ડબ્રેક તાપમાન, આગામી 48 કલાક આનાથી પણ વધુ ભયાનક હશે?

 

Tags :
Advertisement

.

×