Amreli Crime News : સાવરકુંડલામાં હનીટ્રેપનો શિકાર બનેલા ખેડૂતે કર્યો આપઘાત
Amreli Crime News : અમરેલીના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના વૃદ્ધ ખેડૂત હિંમતભાઈ સુહાગિયાએ હનીટ્રેપનો શિકાર બનીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જૂનાગઢની હીના અને તેના સાગરીતોએ બદનામીનો ડર બતાવી 3 લાખની ખંડણી માંગી હતી. ગભરાયેલા ખેડૂતે 80 હજાર ચૂકવ્યા હોવા છતાં આબરૂ જવાના ડરે જીવન ટૂંકાવ્યું. પોલીસે મોબાઈલ કોલ હિસ્ટ્રીના આધારે મુખ્ય આરોપી રોહિત વેકરિયાની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Amreli Crime News : અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) તાલુકાના લીખાળા ગામે એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. ગામના વૃદ્ધ ખેડૂત (Farmer) હિંમતભાઈ સુહાગિયાએ ગત 22 મેના રોજ પોતાની વાડીએ લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો હતો. શરૂઆતમાં આ એક સામાન્ય બનાવ લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં હનીટ્રેપ (Honeytrap) અને ખંડણીનું (Extortion) મોટું કાવતરું (Conspiracy) બહાર આવ્યું છે.

