Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli News: જમીન માટે મોટા ભાઈએ નાના ભાઈને પતાવી દીધો, જાણો મામલો

અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માતાના નામે રહેલી જમીનના ભાગબંટવાને લઈને લાંબા સમયથી ચાલી રહેલું મનદુઃખ હિંસક મારામારીમાં પરિણમ્યું હતું. ખેતરમાં રોટાવેટર ચલાવવા જેવી સામાન્ય બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં મોટાભાઈએ કરેલા હુમલામાં નાનાભાઈનું કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
amreli news  જમીન માટે મોટા ભાઈએ નાના ભાઈને પતાવી દીધો  જાણો મામલો
Advertisement

Amreli News: અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામે પારિવારિક જમીન વિવાદમાં સગા મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. ઈજાગ્રસ્ત નાના ભાઈનું મોત થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મનદુઃખ હિંસક મારામારી સુધી પહોંચ્યું

મળતી જાણકારી અનુસાર કંટાળા ગામે માતાના નામે રહેલી જમીનના વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલું મનદુઃખ હિંસક મારામારીમાં પરિણમ્યું હતું. હક્ક અને ભાગ માટે બંને પરિવારો વચ્ચે અવાર-નવાર તકરારો થતી હતી. આ વિવાદ માત્ર ખેતીની જમીન પૂરતો સીમિત ન રહેતા પરિવારના સભ્યો વચ્ચે કાયમી કડવાશમાં બદલાઈ ગયો હતો.

Advertisement

રોટાવેટર ચલાવવાના મુદ્દે વિવાદ વકર્યો

ગઈકાલે રાત્રે વિવાદિત જમીનમાં રોટાવેટર ચલાવવાના મુદ્દે મામલો ફરી બિચક્યો હતો. બે ભાઈઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. પરિવારના સભ્યો પણ આ ઝઘડામાં સામેલ થઈ જતા સ્થિતિ તંગ બની હતી અને એકબીજા પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

નાનાભાઈનું મોત, પરિવારમાં શોક

આ હિંસક હુમલામાં 48 વર્ષીય રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા ગંભીર રીતે ઈજાઓનો ભોગ બન્યા હતા. જેથી મોત થઈ ગયું છે. સગા ભાઈના હાથે જ ભાઈની હત્યા થતા કંટાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ ખાંભા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે, જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.

આ પણ વાંચોઃ Mehsana News: પાટીદાર યુવતીના શંકાસ્પદ મોત બાદ પરિવારના ગંભીર આક્ષેપ, SIT તપાસની માગ

આ પણ વાંચોઃ Amreli News: સિંહોના મોત ક્યારે અટકશે? વધુ એક ગર્ભવતી સિંહણનું મોત થતાં તંત્ર સામે સવાલો

Tags :
Advertisement

.

×