Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli : જંગલ છોડી મારણ કરવા સાવજ ઘુસ્યા ગામમાં, પશુ મારણથી ગ્રામજનોમાં ફાફડાટનો માહોલ

Amreli સૌરાષ્ટ્ર જિલ્લામાં સિંહની વસ્તી વધુ છે. અને જંગલ વિસ્તારમાં કયારેક મારણ ન મળતા સિંહ પણ ગામમાં ઘુસી આવે છે અને મારણ કરતા નજરે પડે છે. ત્યારે અમરેલીના ઈંગોરાળામાં ગામમાં મોડી રાત્રે સિંહ આવી ચઢયો હતો અને તેણે પશુનું મારણ કર્યુ હતુ. તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક જ અઠવાડિયામાં પશુ મારણની આ બીજી ઘટના છે.
amreli   જંગલ છોડી મારણ કરવા સાવજ ઘુસ્યા ગામમાં  પશુ મારણથી ગ્રામજનોમાં ફાફડાટનો માહોલ
Advertisement
  • Amreli ના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના ધામા
  • મારણ કરવા માટે સિંહ ગામમાં પહોંચ્યા
  • ગામની શેરીઓમાં સિંહના વધ્યા આંટાફેરા
  • ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે સિંહ
  • રાત્રીના સમયે સિંહના આંટાફેરા આવ્યા સામે

Amreli : અમરેલીના ખાંભાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે સિંહ (lion) સાહી સવારી જોવા મળી હતી અને ગામમાં પશુનું (animals) મારણ કર્યુ હોવાની વાત સામે આવી છે. ઇંગોરાળા (ingorala) ગામમાં સિંહના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થયો હતો અને ઇંગોરાળા ગામમાં એક અઠવાડિયામાં સિંહ દ્વારા પશુના મારણની બીજી ઘટના સામે આવી છે. તો ગ્રામજનો દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને વન વિભાગને પણ આ મામલે જાણ કરવામાં આવી છે.

ગામમાં સિંહે કર્યુ પશુનું મારણ

અમરેલીના ગામડા વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે,ત્યારે અમરેલીના ઈંગોરાળા ગામની શેરીમાં સિંહના આંટાફેરા સામે આવ્યા છે અને સિંહ પશુનું મારણ કરી રહ્યો છે તેવો વીડિયો વાયરલ થયો છે. ગ્રામજનોના મતે સિંહે એક અઠવાડિયામાં બીજીવાર પશુનું મારણ કર્યુ હોવાની વાત સામે આવી છે. વીડિયોમાં સિંહ શાંતિથી શેરીઓમાં ફરી રહ્યો છે, જેને જોઈને લોકોમાં ભય સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું. ઘણા ગામજનોએ પોતાના મોબાઈલમાં સિંહના દર્શન કેદ કર્યા છે.

Advertisement

amreli gujarat first

Advertisement

ગઈકાલે ધારી-Amreli રોડ પર એકસાથે 8 સિંહોએ રોડ ક્રોસ કર્યો

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધારી-અમરેલી રોડ પર મોડી રાત્રે એકસાથે 8 સિંહનું ઝૂંડ રોડ ક્રોસ કરી રહેલું નજરે પડી રહ્યું છે. શિકારની શોધમાં મોડી રાતે હાઇવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા જેસીબીના ડ્રાઇવરે સિંહના ગ્રુપનો વિડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. આમ પણ અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોનો વસવાટ છે.

આ પણ વાંચો : Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×