Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli Murder Case: પ્રેમસંબંધમાં યુવક પર હુમલો, માતાની કાર ચડાવી હત્યા; CCTVથી ખળભળાટ

Amreli Murder Case: અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના નીંગાળા ગામ નજીક પ્રેમસંબંધને લઈ ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો.
amreli murder case  પ્રેમસંબંધમાં યુવક પર હુમલો  માતાની કાર ચડાવી હત્યા  cctvથી ખળભળાટ
Advertisement
  • Amreli નેશનલ હાઈવે પર હત્યાની ઘટનાથી ખળભળાટ
  • નિંગાળા નજીક યુવકનું અપહરણ કરી તેની માતાની હત્યા કરી
  • પ્રેમસંબંધના કારણે યુવક પર જીવલેણ હુમલો કરાયો
  • માતા પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારાઈ
  • નેશનલ હાઈવે પર હત્યાના લાઈવ સીસીટીવી મળ્યા

Amreli Murder Case: અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના નીંગાળા ગામ નજીક પ્રેમસંબંધને લઈ ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે તેની માતા પર કાર ચડાવી નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

અમરેલી (Amreli) નેશનલ હાઈવે પર હત્યાની ઘટનાથી ખળભળાટ

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ફરિયાદી ભાવેશભાઈ ભીલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક હુમલો કરી યુવકને માર માર્યો અને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું. દરમિયાન તેમની માતા જીતુબેન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

Advertisement

Amreli Murder Case- Gujarat first2

Advertisement

અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

આ બાદ આરોપીઓ યુવકને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ અને ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખ્યો હતો. ઘટના અંગે જાણ થતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહુવા સુધી પીછો કરીને યુવકને મુક્ત કરાવ્યો અને સારવાર માટે ખસેડ્યો.

9 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ

પોલીસ દ્વારા કુલ 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 7 આરોપીઓને ઝડપી પાડી પીપાવાવ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં IPS જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધી રહી છે.

Amreli Murder Case- Gujarat first

કાયદો વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો

આ ઘટનાને લઈને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે અને સ્થાનિકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

અહેવાલ: જૈનિક સોજીત્રા

આ પણ વાંચો: Vadodara Viral Video: જોખમી સ્ટંટ અને અશ્લીલ હરકતો કરનાર બુલેટ ચાલક ઝડપાયો

Tags :
Advertisement

.

×