Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli Road Accident: હોળીનો તહેવાર બન્યો લોહીયાળ, 48 કલાકમાં માર્ગ અકસ્માતોમાં 7 જિંદગીઓ હોમાઈ

Bhavnagar-Somnath Highway: અમરેલી જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન છેલ્લા 48 કલાકમાં નેશનલ હાઈવે અને અન્ય માર્ગો પર સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે. ભાવનગર-સોમનાથ હાઈવે અને લીલીયાના ગુંદરણ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતોમાં માસૂમ બાળક સહિત અનેક લોકોએ જીવ ગુમાવતા તહેવારની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ છે.
amreli road accident  હોળીનો તહેવાર બન્યો લોહીયાળ  48 કલાકમાં માર્ગ અકસ્માતોમાં 7 જિંદગીઓ હોમાઈ
Advertisement
  • Amreli માં Road Accident ની હારમાળા નેશનલ હાઈવે બન્યો મોતના માર્ગ સમાન
  • અમરેલીમાં હોળી ટાણે જ મરણચીસો: 48 કલાકમાં 7 લોકોના મોત!
  • ભાવનગર-સોમનાથ રોડ પર ટ્રક-બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત
  • માસૂમ બાળક સહિત 3ના કરુણ મોત, ગુંદરણ પાસે સર્જાયો ભયાનક અકસ્માત

Amreli Road Accident: રંગોના પર્વ હોળી (Holi) અને ધૂળેટી (Dhuleti) નિમિત્તે જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સાહમાં હતું, ત્યારે અમરેલી (Amreli Accident) જિલ્લા માટે આ તહેવાર કાળોતરો સાબિત થયો છે. છેલ્લા 48 કલાકમાં જિલ્લાના વિવિધ માર્ગો પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં (Road Accidents) કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને નેશનલ હાઈવે (National Highway) પર વાહનોની વધતી અવરજવર અને બેદરકારીને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

Amreli Road Accident:  નેશનલ હાઈવે પર કાળનો પંજો: ભાવનગર-સોમનાથ હાઈવે લોહીલુહાણ

Advertisement

સૌથી વધુ જાનહાનિ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે (Bhavnagar-Somnath National Highway) પર નોંધાઈ છે. મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એક ટ્રક (Truck) અને બાઈક (Bike) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઈક પર સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસે (Police) દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુંદરણ પાસે 6 વર્ષના બાળક સહિત 3ના મોત

બીજી તરફ, લીલીયા (Liliya) તાલુકાના ગુંદરણ (Gundaran) અને ઢાગલા (Dhagla) રોડ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. મોડી સાંજે એક બાઈક ચાલકે આગળ જઈ રહેલા ભારે વાહનની પાછળ ધડાકાભેર બાઈક ઘુસાડી દીધું હતું. આ ગોઝારા અકસ્માતમાં એક 6 વર્ષના માસૂમ બાળક સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે. એકસાથે ત્રણ જિંદગીઓ શાંત થઈ જતાં ગુંદરણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

48 કલાકમાં કુલ 7 મોતથી તંત્ર ચિંતિત

આ અગાઉ પણ ભાવનગર-સોમનાથ હાઈવે (Bhavnagar-Somnath National Highway) પર બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા, જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં અમરેલી (Amreli) જિલ્લામાં કુલ 7 લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. તહેવારોના સમયે વાહનચાલકોની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. હાલમાં પોલીસે તમામ અકસ્માતો અંગે ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ જે પરિવારોએ પોતાના દીકરા કે પિતા ગુમાવ્યા છે તેમના માટે આ હોળી ક્યારેય ન ભૂલી શકાય તેવો જખમ બની ગઈ છે.

આ પણ વાંચો: Vadodara: હવા ભરવાનું મશીન બન્યું કાળ! બાઇક ચાલકનો ભયાનક અકસ્માત, CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×