Amreli માં ધોધમાર વરસાદ, ક્યાંક પલળવાની મજા, તો ક્યાંક ચિંતા
- Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ
- પ્રખ્યાત પ્રવાસન સ્થળ તુલસીશ્યામમાં વરસાદ
- ભારે વરસાદથી પ્રવાસીઓને હાલાકી
Amreli Unseasonal Rains: અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) જોવા મળ્યું હતું, ત્યારબાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળ એવા તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ પડતા પ્રકૃતિ ખીલી ઉઠી છે. જોકે, અચાનક આવેલા વરસાદને કારણે દર્શનાર્થે આવેલા પ્રવાસીઓને (Tourists) ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ખાંભા ગીર પંથકમાં વરસાદી ઝાપટાંથી ઠંડક
છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી (Intolerable Heat) વચ્ચે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના ખડાધાર અને પીપળવા સહિતના ગામડાઓમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને લોકોને બફારામાંથી મુક્તિ મળી છે. સમગ્ર પંથકમાં ઠંડક (Coolness) પ્રસરી જવાથી સ્થાનિકોએ રાહત અનુભવી છે.
ખેડૂતોમાં ચિંતા
જિલ્લામાં એકબાજુ ગરમીથી રાહત મળી છે, તો બીજી બાજુ આ કમોસમી વરસાદી માહોલને કારણે ખેતીના પાકને (Crops) નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી (Forecast) વચ્ચે થયેલા આ ફેરફારથી વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ આકસ્મિક વરસાદે પ્રવાસીઓ અને ખેડૂતો બંને માટે અલગ-અલગ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચોઃ Baskantha: પાલનપુરમાં પતિએ પત્નીને પતાવી, તો હડાદમાં કાકાએ ભત્રીજાનો ખેલ ખતમ કર્યો!


