Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath મંદિરના પુનઃ નિર્માણના અમૃત મહોત્સવનો પ્રારંભ, પાઠાત્મક અતિરૂદ્રથી વાતાવરણ બન્યું શિવમય

Somnath Temple Amrit Mahotsav: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે પાંચ દિવસીય "સોમનાથ અમૃતપર્વ-2026"નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. 9 મી મે ને શનિવારથી ત્રણ દિવસ હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે.
somnath મંદિરના પુનઃ નિર્માણના અમૃત મહોત્સવનો પ્રારંભ  પાઠાત્મક અતિરૂદ્રથી વાતાવરણ બન્યું શિવમય
Advertisement
  • Somnath અમૃતપર્વ-2026 નો પાઠાત્મક અતિરૂદ્ર સાથે ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ
  • 51 ભૂદેવો પાંચ દિવસ સુધી કરશે અતિરુદ્રના પાઠ
  • શનિવારથી ત્રણ દિવસ હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ
  • દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો ઉમટવા લાગ્યા

Somnath Temple Amrit Mahotsav: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે પાંચ દિવસીય "સોમનાથ અમૃતપર્વ-2026"નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. 9 મી મે ને શનિવારથી ત્રણ દિવસ હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. દરમિયાન મહાદેવના દર્શન માટે વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે.

Somnath Amrit Mahotsav-2026 નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ

11મી મે 2026 ના રોજ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે "સોમનાથ અમૃતપર્વ-2026 "નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલો આ ઉત્સવ પાંચ દિવસ સુધી ચાલશે. જે દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃતપર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

સોમપુરા સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટનું નિવેદન

આ અંગે સોમપુરા સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, કુલ 51 બ્રાહ્મણો દ્વારા અમૃતપર્વના પાંચ દિવસ સુધી સવાર-સાંજ ત્રણ-ત્રણ કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે.આ ઉપરાંત શનિવારથી ત્રણ દિવસ માટે હોમાત્મક મહા રૂદ્રનો પણ આરંભ કરાશે. જેમાં 45 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે આશરે સવા લાખ જેટલી આહુતિઓ આપવામાં આવશે.

Advertisement

યુદ્ધના માહોલ વચ્ચે સોમનાથમાં વૈશ્વિક કલ્યાણ માટે આહુતિ અપાશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પુન: નિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે, હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ વિદેશમાંથી ભક્તો સોમનાથ ઉમટ્યાં

ઉલ્લેખનીય છે કે, અમૃતપર્વ દરમિયાન 11 મી મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. અમૃતપર્વ દરમ્યાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મંદિરમાં દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક શિવભક્તો ભક્તો સોમનાથ આવી રહ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો:  Surat Abortion Racket: જેલ ગયો છતાં ન સુધર્યો, હોસ્પિટલનું નામ બદલી ફરી શરૂ કર્યું ભ્રૂણ હત્યાનું પાપ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.

×