Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anand Accident News: બોટાદના DySP એ 5 લોકોનો કચડ્યા, 2 ના મોત અને 3 ઇજાગ્રસ્ત

Anand Accident News: આણંદ (Anand) જિલ્લાના અડાસ (Adas) ગામ પાસે આજે સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોટાદ (Botad) ના DySP એ.એ. સૈયદ (A.A. Saiyad) ની કારે માર્ગ કિનારે બેઠેલા 5 લોકોને જોરદાર ટક્કર મારતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
anand accident news  બોટાદના dysp એ 5 લોકોનો કચડ્યા  2 ના મોત અને 3 ઇજાગ્રસ્ત
Advertisement

Anand Accident News: આણંદ (Anand) જિલ્લાના અડાસ (Adas) ગામ પાસે આજે સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બોટાદ (Botad) ના DySP એ.એ. સૈયદ (A.A. Saiyad) ની કારે માર્ગ કિનારે બેઠેલા 5 લોકોને જોરદાર ટક્કર મારતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Anand માં બોટાદના DySPએ 5 લોકોનો કચડ્યા

મળતી માહિતી મુજબ, વડોદરા (Vadodara) થી આણંદ (Anand) તરફ આવી રહેલી DySP ની કાર અચાનક બેકાબૂ બની હતી. અડાસ ગામ નજીક ગરમીથી બચવા માટે કેટલાક લોકો શેરડીનો રસ પીવા માટે એકઠા થયા હતા. DySP સૈયદની બેફામ કારે આ લોકોને એટલી જોરદાર ટક્કર મારી હતી કે શેરડીનો રસ કાઢવાનું કોલુ (ક્રશર) અકસ્માતના સ્થળથી આશરે ૪૦ ફૂટ જેટલું દૂર ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ તે પરથી લગાવી શકાય છે કે બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૩ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતા જ વાસદ (Vasad) પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, વાહન ચલાવતી વખતે DySP સૈયદને ઝોકું આવી જવાથી આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. વાસદ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ અને શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Transport News: મોંઘવારીનો ડામ! સ્કૂલ વાહન અને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો, જાણો નવી વિગતો

Tags :
Advertisement

.

×