Anand Cyber Crime News: આણંદ સાયબર ક્રાઈમની મોટી સફળતા, રૂ. 770 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાયું
- Anand Cyber Crime પોલીસની મોટી કાર્યવાહી
- રૂ. 770 કરોડથી વધુના ફ્રોડ કૌભાંડનો આરોપ ઝડપાયો
- આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડની ગેંગનો સાગરિત ઝડપાયો
- 149 બેંક એકાઉન્ટ દ્વારા દેશભરમાં સાયબર ઠગાઈ
- 795 NCCRP ફરિયાદો અને 30 FIR નોંધાયેલી હતી
- પાકિસ્તાન, UAE અને યુગાન્ડા સુધી નાણાં ટ્રાન્સફરનો ખુલાસો
Anand Cyber Crime News: આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રૂ. 770 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગેંગના એક મુખ્ય સાગરીત દક્ષેશભાઈ નથુભાઈ પટેલની ધરપકડ કરી છે.
Anand Cyber Crime પોલીસની મોટી કાર્યવાહી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, જેના દ્વારા દેશભરમાં સાયબર ઠગાઈ આચરવામાં આવતી હતી. આ ગેંગે કુલ 149 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કર્યા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી જે છેક પાકિસ્તાન, યુએઈ (UAE) અને યુગાન્ડા સુધી પહોંચતા હોવાના ચોંકાવનારા પુરાવા પોલીસના હાથ લાગ્યા છે.
795 ફરિયાદો નોંધાયેલી હતી
આ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી વ્યાપક હતી કે દેશભરમાંથી કુલ 795 NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) ફરિયાદો નોંધાયેલી હતી, જેની સામે પોલીસે અત્યાર સુધી 30 અલગ-અલગ FIR નોંધી તપાસ હાથ ધરી હતી.
આરોપીની ઓળખ અને અટકાયત
આ ગુનામાં સંડોવાયેલા મહેસાણા જિલ્લાના રહેવાસી દક્ષેશભાઈ નથુભાઈ પટેલને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડને સાયબર ક્રાઇમ પોલીસની એક મોટી સફળતા માનવામાં આવે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો: Rashifal 27 May 2026 : પુરષોત્તમ માસની અગિયારસે જાણો તમારા નસીબનો હાલ


