Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anand News: પદ મળતા જ મેયર, ડે.મેયર એક્શનમાં, શુભેચ્છકોને બદલે દર્દીઓની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા

Anand News: આણંદ મહાનગરપાલિકાના નવા મેયર દીપિકા પટેલ અને ડેપ્યુટી મેયર કમલેશસિંહ ડાભીએ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાનો અનોખો દાખલો બેસાડ્યો છે. સામાન્ય રીતે પદ ગ્રહણ કર્યા બાદ નેતાઓ શુભેચ્છકોના સત્કારમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ આ નવા પદાધિકારીઓએ પરંપરા તોડીને સીધા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
anand news  પદ મળતા જ મેયર  ડે મેયર એક્શનમાં  શુભેચ્છકોને બદલે દર્દીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
Advertisement

Anand News: આણંદ (Anand) મહાનગરપાલિકાના નવા મેયર દીપિકા પટેલ (Mayor Dipika Patel) અને ડેપ્યુટી મેયર (Deputy Mayor) કમલેશસિંહ ડાભી (Kamlesh Singh Dabhi) એ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાનો અનોખો દાખલો બેસાડ્યો છે. સામાન્ય રીતે પદ ગ્રહણ કર્યા બાદ નેતાઓ શુભેચ્છકોના સત્કારમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ આ નવા પદાધિકારીઓએ પરંપરા તોડીને સીધા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આણંદ (Anand) મનપાના મેયર-ડે.મેયરની હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટ

મેયર અને ડેપ્યુટી મેયરને અચાનક હોસ્પિટલના પ્રાંગણમાં જોઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.મુલાકાત દરમિયાન મેયરે હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સીધો સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે વોર્ડમાં જઈને દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ સાથે રૂબરૂ વાતચીત કરી સારવાર અને મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

Advertisement

હોસ્પિટલની ખામીઓ તાત્કાલિક દૂર કરવા આપી સૂચના

આ મુલાકાત દરમિયાન એક તબીબે મેયરનો પરિચય પૂછ્યો હતો અને હોસ્પિટલમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત મળતા મેયરે તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, "મને ફરિયાદ નથી જોઈતી, મને તાત્કાલિક સમાધાન જોઈએ છે." હોસ્પિટલની ખામીઓ દૂર કરવા માટે મેયરે મેનેજમેન્ટને સખત સૂચનાઓ આપી હતી. નવી મેયરની આ અનોખી અને સક્રિય કાર્યશૈલી આણંદમાં ચર્ચાનો વિષય બની છે.

Advertisement

આ પણ વાંચો:  Patan News: રાધનપુર નગરપાલિકામાં 10 કરોડનું ટેન્ડર કૌભાંડ! હાઈકોર્ટના દ્વાર ખખડાવશે સભ્યો

Tags :
Advertisement

.

×