Anand Railway Station : રેલ્વે સ્ટેશન પર આરામ ફરમાવતા પહેલા સાવધાન!
- Anand Railway Station પર ચોરીની ચોંકાવનારી ઘટના
- મુસાફરી દરમિયાન આરામ ફરમાવતા પહેલા સાવધાન!
- પ્લેટફોર્મ પર ઊંઘતા મુસાફરનું પાકીટ ચોરાયું
- ટ્રેનની રાહ જોતા આરામ કરી રહેલા મુસાફર બન્યા શિકાર
- ચોરે મીઠી ઊંઘનો ઉઠાવ્યો ફાયદો, હાથ સફાઈ કરી ફરાર
- સમગ્ર ઘટના કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી
- મુસાફરોને સાવચેત રહેવા રેલવે અને પોલીસની અપીલ
Anand Railway Station : રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન થોડો આરામ કરવો એ સામાન્ય બાબત છે, પરંતુ આ આરામ ક્યારેક ભારે પડી શકે છે તેનો જીવતો જાગતો પુરાવો આણંદ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો છે. અહીં પ્લેટફોર્મ પર નિરાંતે ઊંઘી રહેલા એક મુસાફરનું પાકીટ ખૂબ જ સાવચેતીપૂર્વક ચોરાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રેલવે પોલીસની કામગીરી અને મુસાફરોની સુરક્ષા પર અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે.
ચોરીની અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
સામાન્ય રીતે ચોર ભાગીને કે ઝાપટ મારીને ચોરી કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ચોરે 'મીઠી ઊંઘ'નો સહારો લીધો હતો. મંગળવારની બપોરે જ્યારે એક મુસાફર ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ પર સૂતો હતો, ત્યારે એક ખિસ્સાકાતરુ તેની પાસે આવીને સૂઈ જવાનો ઢોંગ કરવા લાગ્યો હતો. જાણે તે પણ એક મુસાફર હોય તેમ તેની બાજુમાં જ પડખું ફેરવીને સૂઈ ગયો અને તક મળતા જ અત્યંત સિફતપૂર્વક મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું હતું. પાકીટની તફડંચી કર્યા બાદ તે શાંતિથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
Anand railway station theft: મુસાફરી દરમિયાન આરામ ફરમાવતા પહેલા સાવધાન!
જુઓ કઇ રીતે ચોરે આરામ ફરમાવતા મુસાફરનું પાકીટ ચોરી લીધું
આણંદ રેલવે સ્ટેશન પર ચોરીની ચોંકાવનારી ઘટના
મુસાફરી દરમિયાન આરામ ફરમાવતા પહેલા સાવધાન!
પ્લેટફોર્મ પર ઊંઘતા મુસાફરનું પાકીટ ચોરાયું
ટ્રેનની રાહ જોતા… pic.twitter.com/5NfhKHIKfX— Gujarat First (@GujaratFirst) February 18, 2026
આ પણ વાંચો : Vadodara : ટેકનિકલ સર્વેલન્સ-પેટ્રોલિંગ સમયે 2 ઝડપાયા, અનેક જિ. માં આચરેલા ગુનાઓનો ખુલાસો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ અને પોલીસ તપાસ
આ સમગ્ર ચોરીની પ્રક્રિયા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલ આ વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ છે.
સુરક્ષાના અભાવ અને મુસાફરોમાં રોષ
સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ રેલવે સ્ટેશન પર અસામાજિક તત્વોનો જમાવડો સતત વધી રહ્યો છે. મુસાફરોનો આક્ષેપ છે કે, રેલવે પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ મુસાફરોને હેરાન કરવામાં વધુ રસ ધરાવે છે. વળી, પ્લેટફોર્મ પર ચેઈન સ્નેચિંગ અને ખિસ્સા કાપવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. જોકે, માત્ર રાત્રિના સમયે જ નહીં, ધોળા દિવસે પણ મુસાફરો સુરક્ષિત નથી. ત્યારે હવે જોવાનું રહેશે કે શું આવું આવનારા દિવસોમાં પણ ચાલશે કે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે.


