Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ankleshwar Petrol Pump Incident: પેટ્રોલ પુરાવી પૈસા આપ્યા વિના ભાગ્યો કારચાલક, કર્મચારીને ફંગોળતા દ્રશ્યો CCTVમાં કેદ

અંકલેશ્વર હાઈવે (Highway) પર આવેલા પેટ્રોલ પંપ પર માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 3285 રૂપિયાના પેટ્રોલ (Petrol) માટે કાર ચાલકે એક નિર્દોષ કર્મચારીની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી. રૂપિયા આપ્યા વગર ભાગવાની લાલચમાં કર્મચારીને બોનેટ પર ફંગોળવાના આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં (CCTV) કેદ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ સાથે ચકચાર મચી ગઈ છે.
ankleshwar petrol pump incident  પેટ્રોલ પુરાવી પૈસા આપ્યા વિના ભાગ્યો કારચાલક  કર્મચારીને ફંગોળતા દ્રશ્યો cctvમાં કેદ
Advertisement
  • Ankleshwar Petrol Pump Incident: કારચાલકની શરમજનક કરતૂત
  • પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવી રૂપિયા આપ્યા વગર ફરાર થયો કારચાલક
  • પાછળ દોડતા પેટ્રોલપંપના કર્મચારીને કારથી મારી ટક્કર
  • અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર પેટ્રોલપંપ પર બન્યો બનાવ
  • પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કારચાલકની આખી કરતૂત લાઈવ કેદ થઈ

Ankleshwar Petrol Pump Incident: ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 (National Highway 48) પર આવેલા પેટ્રોલપંપ પર એક ચોંકાવનારી ઘટના બની છે. એક કાર ચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ રૂપિયા ચૂકવ્યા વગર ભાગવાની ફિરાકમાં પેટ્રોલ પંપના કર્મચારીને કચડવાનો પ્રયાસ (Attempt to Crush) કર્યો હતો. આ સમગ્ર ઘટના પંપ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. કારમાં સવાર 4 થી 5 લોકોએ 3285 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ આ કરતૂત આચર્યું હતું.

Ankleshwar Petrol Pump Incident_GUJARAT

Advertisement

ઓનલાઈન પેમેન્ટના બહાને છેતરપિંડી (Payment Fraud)

કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ જ્યારે કર્મચારી મહંમદ સાહબાજ ઓનલાઈન મશીન લઈને પેમેન્ટ (Payment) લેવા પહોંચ્યો ત્યારે ચાલકે છેતરપિંડી આચરી હતી. ચાલકે પેમેન્ટ થઈ ગયું હોવાનું ખોટું કહી અચાનક ગાડી હંકારી મૂકી હતી. કર્મચારીએ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારીને રોડ પર ફંગોળી દીધો હતો. સદનસીબે આ ભયાનક ઘટનામાં કર્મચારીનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

આ પણ વાંચો---- Rajkot Gondal Chowkdi ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો અને ઈકો વચ્ચેની ટક્કરમાં 2ના મોત

પોલીસ તપાસ અને કાર્યવાહી (Police Investigation)

આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ (Ankleshwar B Division Police) મથકે દોડી આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. લૂંટની દાનતથી આવેલા આ શખ્સોની ઓળખ કરવા માટે પોલીસે હાઈવે પરના અન્ય કેમેરા પણ તપાસ્યા છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ (Arrest) કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Ankleshwar Petrol Pump Incident_GUJARAT 01

આ પણ વાંચો---- Mangrol Road Accident: જૂનાગઢના માંગરોળ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે ટક્કર થતા રિક્ષાચાલકનું મોત


Tags :
Advertisement

.

×