Aravalli: વસંતપંચમી પર અરવલ્લી ગિરિમાળાની પૂજા, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પી.સી. બરંડા જોડાયા
- વસંતપંચમીના દિવસે અરવલ્લી ગિરિમાળા (Aravalli Hills) ની પૂજા કરાઈ
- શામળાજી (Shamlaji) ના શામળવન (Shamla van) પાસે પર્વતપૂજા કરાઈ
- કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) એ કરી પર્વતપૂજા
- મંત્રી પી.સી. બરંડા પણ પૂજામાં જોડાયા
- પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવમાં અનેક લોકો જોડાયા
- અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્વારા કરાયું આયોજન
Aravalli: અરવલ્લી જિલ્લામાં વસંતપંચમી (Vasant Panchami) ના શુભ અવસરે અરવલ્લી ગિરિમાળા (Aravalli Hills) ની પર્વતપૂજા કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમ શામળાજીના શામળવન વિસ્તારમાં આયોજિત કરાયો હતો, જ્યાં પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવના ભાગરૂપે અનેક લોકો જોડાયા હતા.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) એ આ પર્વતપૂજાનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે મંત્રી પી.સી. બરંડા (P.C. Baranda) પણ પૂજામાં ભાગ લીધો હતો.
વસંતપંચમીના દિવસે અરવલ્લી ગિરિમાળા (Aravalli Hills) ની પૂજા કરાઈ
અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, પ્રકૃતિ પ્રેમીઓ અને આદિવાસી સમુદાયના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.વસંતપંચમીનો દિવસ વસંત ઋતુના આગમન અને પ્રકૃતિના નવીનીકરણનું પ્રતીક છે. આ દિવસે પર્વતપૂજા કરીને અરવલ્લીની ગિરિમાળાને માતા તરીકે વંદન કરવામાં આવ્યું. પર્વતોને જીવંત સ્વરૂપ આપીને તેમના સંરક્ષણ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ પૂજામાં પરંપરાગત રીતે ફૂલ, અક્ષત, ફળો અને દીવા અર્પણ કરાયા હતા. પર્વતોના સંરક્ષણ માટે સૌંદર્યલક્ષી વૃક્ષારોપણ અને જાગૃતિના પ્રતિજ્ઞા લેવામાં આવી.
અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો
આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી પર્વતમાળાના જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વને રક્ષણ આપવાનો સંદેશ આપવામાં આવ્યો. અરવલ્લી ગિરિમાળા ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યનું મુખ્ય આધાર છે, જે જળસ્ત્રોતો, જંગલો અને વન્યજીવોનું ઘર છે.અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીને મજબૂત કરી.
આ પણ વાંચો: Gandhinagar: અસામાજિક તત્વોની શરમજનક હરકત, સરદાર પટેલની પ્રતિમાને કરી અપમાનિત


