Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Aravalli માં શખ્સે મહિલાને WhatsApp પર ‘Hi’ કહી ખેલ્યો ગંદો ખેલ, પ્રોફાઈલમાં ફોટો મૂકી કરી બદનામ!

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મહિલાને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી મેસેજ કરી હેરાન કરવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પ્રેમ પ્રસ્તાવ મૂકી મહિલાનો ફોટો પ્રોફાઈલમાં રાખી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. સ્થાનિક સ્તરે ફરિયાદ ન નોંધાતા પીડિતાએ માનવ અધિકાર આયોગના દ્વાર ખખડાવ્યા હતા. આખરે 3 મહિના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
aravalli માં શખ્સે મહિલાને whatsapp પર ‘hi’ કહી ખેલ્યો ગંદો ખેલ  પ્રોફાઈલમાં ફોટો મૂકી કરી બદનામ
Advertisement
  • Aravalli Woman WhatsApp Harassment: અરવલ્લીમાં મહિલાને હેરાનગતિ
  • અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર પ્રેમ પ્રસ્તાવ આપી હેરાન કરાઈ
  • આરોપીએ મહિલાનો ફોટો પ્રોફાઈલનો ગેરપયોગ કર્યો
  • ફોટાને વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી
  • પોલીસે ફરિયાદ ન નોંધતા પીડિતાએ માનવ અધિકાર આયોગમાં અરજી કરી

Aravalli Woman WhatsApp Harassment: અરવલ્લી જિલ્લામાં ટેકનોલોજીના દુરુપયોગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક  મહિલાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ (WhatsApp) મેસેજ મોકલીને સતત પરેશાન કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હેરાનગતિની શરૂઆત માત્ર એક સાધારણ "Hi" મેસેજથી થઈ હતી. ત્યારબાદ આરોપીએ બિભત્સ પ્રેમ પ્રસ્તાવ (Love Proposal) મૂકીને મહિલા પર દબાણ વધાર્યું હતું. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ ધમકીઓ (Threats) આપવાનું શરૂ કરી દીધું હતું.

Aravalli Woman WhatsApp Harassment_GUJARAT 0

Advertisement

ફોટો પ્રોફાઈલમાં મૂકી બ્લેકમેલ કરવાનો પ્રયાસ

આ કેસમાં આરોપીએ મહિલાની સંમતિ વગર તેનો ફોટો મેળવી લીધો હતો. આ શખ્સે મહિલાનો ફોટો પોતાના વોટ્સએપ પ્રોફાઈલ (Profile Picture) પર લગાવી દીધો હતો. આરોપી મહિલાને ડરાવવા માટે ફોટા વાયરલ (Photo Viral) કરવાની ધમકી આપતો હતો. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. આ બ્લેકમેલિંગ (Blackmailing) ના કારણે પીડિતા અને તેનો પરિવાર માનસિક તણાવમાં મુકાઈ ગયો હતો. મહિલાએ આ સમગ્ર કૃત્ય પાછળ રાજસ્થાન (Rajasthan) ના એક યુવક પર શંકા વ્યક્ત કરી છે.

Advertisement

આ પણ વાંચો------ Ahmedabad RTO માં ટેકનિકલ ખામી, ટુ-વ્હીલર Driving Test ની કામગીરી સંપૂર્ણ ઠપ્પ

માનવ અધિકાર આયોગનો હસ્તક્ષેપ

શરૂઆતમાં આ ગંભીર મામલે પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવી ન હતી. સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા પીડિતાએ હિંમત હારી નહીં. તેમણે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (Human Rights Commission) માં ન્યાય માટે પીટિશન દાખલ કરી હતી. આયોગ સમક્ષ રજૂઆત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. પીટિશનના 3 મહિના (Months) પછી આખરે કાયદેસરની કાર્યવાહી શક્ય બની છે. આ વિલંબ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે.

મેઘરજ પોલીસે ગુનો નોંધ્યો

પીડિતાની ફરિયાદના આધારે મેઘરજ પોલીસ સ્ટેશન (Police Station) ખાતે ગુનો દાખલ થયો છે. પોલીસે આઈટી એક્ટ (IT Act) અને ધમકીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ યુવક રાજસ્થાનનો હોવાથી પોલીસની એક ટીમ ત્યાં પણ તપાસ કરી શકે છે. સાયબર એક્સપર્ટ્સ (Cyber Experts) ની મદદ લઈને આરોપીના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ શખ્સને વહેલી તકે પકડવા માટે સઘન તજવીજ (Efforts) કરી રહી છે.

આ પણ વાંચો------ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, Rajkot Civil Hospital માં સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

Tags :
Advertisement

.

×