Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Arvalli : મોડાસાના સાયરા નજીક રૂ.1.10 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા પોલીસ થઈ દોડતી

Arvalli ના મોડાસાના સાયરા નજીક સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે, ટ્રાન્સપોર્ટના ટ્રક માંથી રૂ.1.10 કરોડના સોના-ચાંદીના દાગીના સહીત મત્તાની લૂંટ ચલાવવામાં આવી છે અને 700 ગ્રામ જેટલા સોનું અને ત્રણ કિલો ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, કાર લઈને આવેલા શખ્સો લૂંટ કરીને ફરાર થયા હોવાની વાત સામે આવી છે.
arvalli   મોડાસાના સાયરા નજીક રૂ 1 10 કરોડની કિંમતના સોના ચાંદીના દાગીનાની લૂંટ થતા પોલીસ થઈ દોડતી
Advertisement
  • Arvalli જિલ્લાના મોડાસામાં લૂંટની ઘટના
  • ટ્રક રોકી લૂંટ કરવામાં આવી હોવાની વાત
  • એક કરોડથી વધુના દાગીનાની લૂંટ ચલાવાઈ
  • ટ્રકને રોકી લૂંટ કરવામાં આવી છે
  • પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી

Arvalli : મોડાસા (modasa) ના સાયરા (sayra) નજીક સોના-ચાંદી (gold-silver)ના દાગીનાની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે, ટ્રાન્સપોર્ટ (transport) ના ટ્રકમાંથી રૂ.1.10 કરોડની સોના-ચાંદીના દાગીના સહીત મત્તાની લૂંટ ચલાવવામાં આવી છે, 700 ગ્રામ જેટલા સોનું અને ત્રણ કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા છે, ટ્રક ડ્રાઈવરના મત અનુસાર વાત કરીએ તો 4 શખ્સો આવ્યા હતા અને ટ્રકમાં ચેકિંગ કરવું છે તેમ કહીને લૂંટ ચલાવવામાં આવી હતી, તો પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે અને ગુનો નોંધ્યો છે.

લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થયા

તો કારમાં આવેલા 4 શખ્સોએ ટ્રક રોકી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે અને અમદાવાદથી ટ્રક રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ટ્રક ચેક કરવાનો છે તેમ કહી, ટ્રક ઉભી રખાવી અને લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા, ડ્રાઈવર શીટની પાછળ રાખેલ રૂ. 1.10 કિંમતના સોના ચાંદીના દાગીના લઈ અજાણ્યા શખ્સો ફરાર થતા ડ્રાઈવરે પોલીસનો સંપર્ક કર્યો હતો, અમદાવાદના ટ્રાન્સપોર્ટ માલિકે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને તપાસનો ધમમધમાટ શરૂ કરાયો છે.

Advertisement

Arvalli : એક કરોડથી વધુના દાગીનાની લૂંટ

કારમાં 4 શખ્સો આવ્યા અને ટ્રક ઉભી રખાવી અને કહ્યું કે, અંદર શું છે ચેક કરવા દે તેમ કહી લૂંટને અંજામ આપ્યો હતો, 700 ગ્રામ સોનાના અને 3 કિલો ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1.10 કરોડની કિંમતનો મુદ્દામાલ લૂંટારુઓ લૂંટી ગયા હતા. પોલીસે અલગ-અલગ જગ્યાના સીસીટીવી પણ ચેક કર્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસનું અનુમાન છે કે, આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે અને જે જગ્યાએથી ટ્રક નીકળી હશે ત્યાં આગળથી આ શખ્સો કારનો પીછો કરતા હશે.

Advertisement

આ પણ વાંચો : Arvalli : શામળાજી પાસેનો મુખ્ય ઓવરબ્રિજ અસરગ્રસ્ત, બ્રિજ નીચેથી પોપડા પડતા વાહનચાલકો ગભરાયા

Tags :
Advertisement

.

×