Bharuch: ટ્રેન આવી ગઈ હોત તો...? કોંગ્રેસ કોર્પોરેટરનો રિવોલ્વર સાથે વીડિયો વાયરલ!
- Bharuch: અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ 9ના મહિલા કાઉન્સિલર વિવાદમાં
- કોંગ્રેસના મહિલા કાઉન્સિલર ખુશીબેન પરમાર આવ્યા વિવાદમાં
- ભરૂચના સિલ્વર રેલવે બ્રિજ પર બનાવી જોખમી રીલ્સ
Bharuch Video Viral: ભરૂચ (Bharuch) ના ઐતિહાસિક સિલ્વર બ્રિજ (Silver Bridge) પર જોખમી રીતે રિલ્સ (Reels) બનાવવાનો મામલો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ખુશીબેન પરમાર (Khushiben Parmar) વિવાદમાં (Controversy) સપડાયા છે. તેમણે રેલવે ટ્રેક પર ઊભા રહીને જીવના જોખમે વીડિયો શૂટ કર્યા હોવાનું સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાથમાં રિવોલ્વર અને રેલવે ટ્રેક વચ્ચે જોખમી શૂટિંગ
વાયરલ થયેલા બે અલગ-અલગ વિડિયોમાં જોઈ શકાય છે કે ખુશીબેન પરમાર નર્મદા નદી (Narmada River) પર આવેલા રેલવે બ્રિજ પર રિલ્સ બનાવી રહ્યા છે. એક વીડિયોમાં તેમના હાથમાં રિવોલ્વર (Revolver) જેવું હથિયાર દેખાય છે, જ્યારે બીજા વિડીયોમાં તેઓ બે રેલવે ટ્રેકની વચ્ચે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. રેલવે બ્રિજ પર આ પ્રકારે વીડિયો બનાવવું જોખમ સાબિત તઈ શકે છે, અને આ દરમિયાન જો અચાનક ટ્રેન આવી જાય તો મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ શકે તેમ હતી.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ 9ના મહિલા કાઉન્સિલર વિવાદમાં
કોંગ્રેસના મહિલા કાઉન્સિલર ખુશીબેન પરમાર આવ્યા વિવાદમાં
ભરૂચના સિલ્વર રેલવે બ્રિજ પર બનાવી જોખમી રીલ્સ
ખુશી પરમારે હાથમાં રિવોલ્વર સાથે બનાવ્યો વીડિયો#Ankleshwar #Bharuch #ViralVideo #Controversy #RailwayPolice… pic.twitter.com/BdanSWd9gx— Gujarat First (@GujaratFirst) May 16, 2026
રેલવે પોલીસ કાર્યવાહીના એંધાણ
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ (Viral Video) થતા જ રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક રેલવે પોલીસ એક્શનમાં આવી છે. રેલવેના કાયદા મુજબ ટ્રેક પર ચાલવું કે વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. એક જવાબદાર લોકપ્રતિનિધિ દ્વારા જ કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવતા હવે પોલીસ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
રાજકીય ગલીયારામાં પણ ગરમાવો
નોંધનીય છે કે, અંકલેશ્વર નગરપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલમાંથી માત્ર ખુશીબેન પરમાર જ વિજેતા (Winner) બન્યા હતા. વિપક્ષમાં હોવા છતાં એકમાત્ર ચૂંટાયેલા સભ્ય તરીકે તેમની જવાબદારી વધી જતી હોય છે, પરંતુ આ પ્રકારના વિવાદોને કારણે પક્ષની છબી પણ ખરડાઈ રહી છે. હાલમાં આ મામલે રેલવે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ (Investigation) તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat માં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 86 માસૂમોને નરકાગારમાંથી ઉગારાયા


