Bharuch News: જુમ્મા મસ્જિદનો દ્વાર 700 વર્ષ બાદ બંધ, જૈન સમરી વિહાર હોવાનો દાવો, જાણો સમગ્ર વિવાદ
ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદ જૂનું 'જૈન સમરી વિહાર' હોવાના દાવા અને 6 મહિનાના વિવાદ બાદ પુરાતત્વ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરવાનગી વગરનું દબાણ દૂર કરાયું છે. આ સાથે જ 700 વર્ષ બાદ મસ્જિદનો એક દ્વાર બે લોક મારી બંધ કરાયો છે અને હવે અવરજવર માટે માત્ર એક જ દ્વાર ખુલ્લો રહેશે.
Advertisement
Bharuch Jumma Masjid controversy: ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદમાં રહી છે. આ વિવાદ વચ્ચે આજે વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આંદોલનો બાદ આખરે મસ્જિદ પરિસરમાં પુરાતત્વ વિભાગની મંજૂરી વગર કરવામાં આવેલું તમામ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવાની કામગીરી સવારથી જ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ મસ્જિદનો એક મુખ્ય દ્વાર 700 વર્ષના લાંબા સમયગાળા બાદ બે તાળા લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

