Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Narmada માં ભાજપ જ ભાજપને હરાવશે તે આગાહી સાચી પડી!, સાંસદ મનસુખ વસાવાના પક્ષના નિયમો પર પ્રહાર

નર્મદા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના આંતરિક વિખવાદના કારણે સાંસદ મનસુખ વસાવાની આગાહી સાચી ઠરી છે. આ બાબતને લઈને સાંસદે પાર્ટીના નિયમો સામે કટાક્ષ કર્યો છે. તેમણે ટિકિટ ફાળવણીમાં સિનિયરોની બાદબાકી કરવાની નીતિને ખોટી ઠેરવી છે. નોંધનીય છે કે, સાગબારા અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બનતા ભાજપે જિલ્લા પંચાયત ગુમાવી છે.
narmada માં ભાજપ જ ભાજપને હરાવશે તે આગાહી સાચી પડી   સાંસદ મનસુખ વસાવાના પક્ષના નિયમો પર પ્રહાર
Advertisement
  • Narmada માં ભાજપને નડ્યા આંતરિક ડખા!
  • જિલ્લા પંચાયત પર 'આપ'નો કબજો
  • સાંસદ મનસુખ વસાવાની આગાહી સાચી પડી?
  • મનસુખ વસાવાએ હાર માટે રણનીતિને ગણાવી ખોટી!

Narmada જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ (Results) રાજકીય ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાની સત્તા ગુમાવતા આમ આદમી પાર્ટીએ (AAP) ઐતિહાસિક વિજય મેળવ્યો છે. નર્મદા જિલ્લા પંચાયત 'આપ' ના ઉમેદવારોએ ભાજપ પાસેથી છીનવી લીધી છે. સાંસદ મનસુખ વસાવાએ અગાઉ કરેલી આગાહી સાચી ઠરતા ભાજપમાં ચર્ચાઓ તેજ બની છે. પક્ષમાં ચાલી રહેલી આંતરિક લડાઈ અને ટિકિટ ફાળવણીના વિવાદો હારનું મુખ્ય કારણ (Reason) બન્યા છે.

સિનિયર નેતાઓની બાદબાકી ભારે પડી: Mansukh Vasava

સાંસદ મનસુખ વસાવાએ પક્ષના કડક નિયમો (Rules) સામે આંગળી ચીંધી છે. સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ટિકિટ ફાળવણીમાં સિનિયર કાર્યકરોની બાદબાકી કરવાથી પક્ષને મોટું નુકસાન (Loss) વેઠવું પડ્યું છે. અનુભવી નેતાઓને કાપતા પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ આંતરિક અસંતોષના કારણે જ ભાજપ અંદરોઅંદર હારી ગયો હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. સત્તાધારી પક્ષના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ મતદારોએ પરિવર્તનનો (Change) પક્ષ લીધો છે.

Advertisement

આ પણ વાંચો----- Banaskantha જિલ્લા પંચાયત ભાજપના કબજે, હાર માટે કોંગ્રેસે ‘લગ્નની સિઝન’ને ગણાવી જવાબદાર!

Advertisement

સાગબારા અને ડેડીયાપાડામાં 'AAP'ની જીત

નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. આદિવાસી પટ્ટામાં ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના વર્ચસ્વનો અંત આવ્યો છે. જનતાએ નવા ચહેરાઓ પર પસંદગી ઉતારીને ભાજપના શાસનને જાકારો આપ્યો છે. મનસુખ વસાવાએ પક્ષના રણનીતિકારો સામે સવાલો ઉઠાવીને આત્મમંથન કરવાની સલાહ (Advice) આપી છે. પક્ષના આંતરિક વિખવાદના કારણે 'આપ' ને જીતવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. હવે જિલ્લાના રાજકારણમાં (Politics) નવા વળાંકો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચો----- Surat ના માંડવીમાં ભાજપનો વિજય, આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસના ગઢમાં ગાબડુંઃ કુંવરજી હળપતિ

 

Tags :
Advertisement

.

×