Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli જિલ્લામાં ચૂંટણી જંગનું Results, ભાજપનો દબદબો, બગસરા અને લીલીયામાં પરિવર્તન

અમરેલી જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે મિશ્ર જંગ જોવા મળ્યો છે. બાબરા અને ધારી નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જોકે, બગસરામાં આમ આદમી પાર્ટીએ અને લીલીયામાં કોંગ્રેસે બહુમતી મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. જનતાએ વિકાસ અને પરિવર્તનના મુદ્દે અલગ-અલગ વિસ્તારોમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.
amreli જિલ્લામાં ચૂંટણી જંગનું results  ભાજપનો દબદબો  બગસરા અને લીલીયામાં પરિવર્તન
Advertisement
  • Amreli ના બાબરા અને ધારીમાં ભાજપનો ભવ્ય વિજય
  • લીલીયામાં કોંગ્રેસનો પંજો મજબૂત
  • ભાજપને પછાડીને તાલુકા પંચાયત પર મેળવ્યો કબજો

Amreli જિલ્લાની વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો (Election Results) જાહેર થયા છે. બાબરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. અહીં કુલ 24 બેઠકો પૈકી ભાજપે 22 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસના (Congress) ફાળે માત્ર 2 બેઠકો જ આવી શકી છે. ધારી નગરપાલિકામાં પણ ભાજપે કુલ 28 બેઠકોમાંથી 18 બેઠકો જીતીને વિજય વાવટો ફરકાવ્યો છે. અહીં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ (Unopposed) જાહેર થયા હતા. આમ આદમી પાર્ટીએ (AAP) અહીં 6 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે.

BJP અને Congress વચ્ચે રસાકસી

અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકોના પરિણામોમાં ભાજપે 16 બેઠકો સાથે મેદાન માર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 1-1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ખાંભા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો (Dominance) જોવા મળ્યો છે. અહીં ભાજપને 12 બેઠકો પર સફળતા મળી છે. આમ આદમી પાર્ટીને 3 અને કોંગ્રેસને 1 બેઠક ફાળે ગઈ છે. જનતાએ વિકાસના (Development) એજન્ડા પર મહોર લગાવીને શાસક પક્ષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો---- Ahmedabad Nagarpalika Result: અમદાવાદના રાજકારણમાં ભાજપનો દબદબો: ધોળકા, વિરમગામ અને બારેજામાં ભગવો લહેરાયો

Advertisement

Bagasara અને liliya માં વિરોધ પક્ષોનું વર્ચસ્વ

બગસરા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન (Power Shift) જોવા મળ્યું છે. અહીં આમ આદમી પાર્ટીએ 10  બેઠકો જીતીને બહુમતી (Majority) હાંસલ કરી છે. ભાજપને માત્ર 6  બેઠકો પર જ જીત મળી છે. આવી જ રીતે લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપને પરાજય (Defeat) આપ્યો છે. કુલ 16 બેઠકોમાંથી કોંગ્રેસે 9 બેઠકો પર કબજો કર્યો છે. ભાજપના ઉમેદવારો 7 બેઠકો પર વિજયી બન્યા છે. આ પરિણામો આગામી સમયમાં જિલ્લાની સ્થાનિક રાજનીતિમાં (Local Politics) નવા સમીકરણો રચશે.

આ પણ વાંચો---- Election Result 2026 : પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો


Tags :
Advertisement

.

×