Dediapada માં ભાજપનું ભવ્ય શક્તિપ્રદર્શન: 'આપ' અને કોંગ્રેસના 1000થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો
- Dediapada ખાતે અભિવાદન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર
- કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવા પર વરસ્યા
- સાંસદે કહ્યું આ લલવાઓને આદિવાસી ઓના વિકાસ નથી દેખાતો
- સાંસદે મંચ પરથી આપ અને કોંગ્રેસ સાથે ચૈતર વસાવા પર વરસ્યા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડાં સાફ કરી નાખવાની ચીમકી ઉચ્ચારી
Dediapada Political News: આજે નર્મદા જિલ્લાના ખોખરા ઉંમર ક્રિકેટ ગ્રાઉન્ડ, ડેડીયાપાડા (Dediapada) ખાતે આજે 'આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આદિવાસી સંમેલન અને આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં સમગ્ર નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર્તા ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harshbhai Sanghavi) એ જંગી જનમેદનીને સંબોધતા વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા અને આદિવાસી વિસ્તારમાં થયેલા વિકાસના કામોનો ચિતાર રજૂ કર્યો હતો. આ સંમેલનમાં ભાજપે દેડિયાપાડામાં પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું, જેમાં 'આપ' અને કોંગ્રેસના 1000થી વધુ કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.
Dediapada ખાતે આપ કોંગ્રેસના 1 હજારથી વધુ લોકો ભાજપમાં જોડાયા
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ડો. પ્રફુલ વસાવા અને એડવોકેટ રાજ વસાવા સહિત 'આપ' (AAP) અને કોંગ્રેસ (Congress) ના આશરે 1000થી વધુ કાર્યકરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હર્ષભાઇ સંઘવીએ આ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ પૂર્વે આયોજિત ભવ્ય રેલીમાં આદિવાસી ભાઈ-બહેનોના અનન્ય ઉત્સાહના દર્શન કરીને અભિભૂત છું. pic.twitter.com/YrYfauzabP
— Harsh Sanghavi (@sanghaviharsh) February 26, 2026
Dediapada માં ડિજિટલ કનેક્ટિવિટીની જાહેરાત
તેમણે ભૂતકાળની સરકારો (Congress) અને વર્તમાન ભાજપ સરકારના શાસનની સરખામણી કરી હતી. તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં રસ્તાઓ પર ખાડા હતા કે ખાડામાં રસ્તા તે ખબર નહોતી પડતી, જ્યારે અત્યારે અંતરિયાળ વિસ્તારોમાં પણ પાકા રસ્તા, લાઈટ અને શાળાઓની સુવિધા પહોંચી છે. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ વડીલોને પૂછે કે કોંગ્રેસના શાસનમાં કેવી કફોડી સ્થિતિ હતી, જ્યારે આજે નરેન્દ્રભાઇ મોદી (Narendrabhai Modi) ના નેતૃત્વમાં ગામેગામ પાકા રસ્તા, લાઈટ અને શાળાઓ પહોંચી છે. આદિવાસી વિસ્તારોના અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક (Mobile Network) ની સમસ્યા દૂર કરવા માટે નવા ટાવરો ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી 3G અને 4G સુવિધા દરેક ઘર સુધી પહોંચી શકે.
મનસુખભાઇ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર
આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાંસદ મનસુખભાઇ વસાવા (Mansukhabhai Vasava) નું સંબોધન રહ્યું હતું. તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પર નિશાન સાધતા અત્યંત આક્રમક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વિધાનસભામાં ચૈતર વસાવાએ ઉઠાવેલા શિક્ષકોની ઘટ અને શિક્ષણ (Education) ના મુદ્દા પર સાંસદ વિફર્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં ભાજપે શ્રેષ્ઠ શાળાઓ અને કોલેજો બનાવી છે, પણ પેલા ડફોર અને લલવાઓને આ વિકાસ દેખાતો નથી અને માત્ર ટીકા-ટિપ્પણી કરે છે. સાંસદે મંચ પરથી જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી.
યુવાનોને આપી ચેતવણી
તેમણે સોશિયલ મીડિયા (Social Media) અને ભડકાવનારી રાજનીતિથી દૂર રહેવા યુવાનોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે સમાજને ભાગલા પાડતી રાજનીતિથી બચાવી મુખ્યધારામાં જોડવો એ જ સાચો વિકાસ છે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને અન્ય સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ સાથે દેડિયાપાડા વિસ્તારમાં ભાજપે પોતાની પકડ વધુ મજબૂત બનાવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આ પણ વાંચો: Anti-Drug Campaign : ₹3,727 કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર'


