Botad Stray Cattle Accident Death: બોટાદમાં રખડતા ઢોરનો કહેર, ગઢડા પાસે આખલાની ટક્કરે બાઈક ચાલકનું મોત
- Botad Stray Cattle Accident Death: બોટાદમાં રખડતા ઢોરનો ત્રાસ
- ગઢડામાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એક નાગરિક માટે કાળ સાબિત થયો
- ઉગામેડી ગામ નજીક બાઈક સાથે આખલો અથડાતા ગંભીર અકસ્માત થયો
- અકસ્માતમાં 32 વર્ષીય યુવાન સુનીલભાઈ પરમારનું ઘટનાસ્થળે કરુણ મોત
Botad Stray Cattle Accident Death: બોટાદ (Botad) જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે નિર્દોષ નાગરિકોનો જીવ લઈ રહી છે. ગઢડાના ઉગામેડી ગામ નજીક એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ઘટનામાં રસ્તા પર અચાનક આખલો વચ્ચે આવતા બાઈક ચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું. આખલા સાથેની આ જોરદાર ટક્કરમાં બાઈક ચાલકનું મોત (Death) નિપજ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રખડતા પશુઓના કારણે વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Botad Stray Cattle Accident Death: શાકભાજી લઈને પરત ફરતા સમયે બનાવ
મૃતક યુવાનની ઓળખ સુનીલભાઈ કરશનભાઈ પરમાર તરીકે થઈ છે. ૩૨ વર્ષની ઉંમરના સુનીલભાઈ મૂળ પાણવી ગામના વતની હતા. તેઓ ગઢડાથી (Gadhada) શાકભાજીની ખરીદી કરીને બાઈક પર ઉગામેડી જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આખલો (Stray Bull) વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો. તેઓ હાલ ઉગામેડી ગામે જમીન ભાગવી રાખીને ત્યાં વસવાટ કરતા હતા. મહેનતકશ યુવાનનું આ રીતે અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો----- Deodar Group Clash: દિયોદરના ફોરણા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 8 સામે ગુનો દાખલ
Botad Stray Cattle Accident Death: રખડતા પશુઓના ત્રાસ સામે તંત્રની નિષ્ફળતા
ગઢડા અને બોટાદના હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ (Cattle Nuisance) સતત વધી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બે પૂરવામાં આળસ રાખવામાં આવે છે. સડકો પર અડીંગો જમાવીને બેસતા પશુઓ વાહનચાલકો માટે જોખમી (Dangerous) સાબિત થાય છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર તંત્ર અને પશુ માલિકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Botad Stray Cattle Accident Death: પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો
આ ગમખ્વાર અકસ્માતની (Accident) જાણ થતા જ બોટાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતક સુનીલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રસ્તા પર આ રીતે રખડતા પશુઓ કાળ બનીને ભમતા હોવાથી હવે લોકોમાં પણ ડરનો માહોલ છે. તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
આ પણ વાંચો----- Vadnagar Civil Hospital Suicide Case માં નવો વળાંક, યુવકે પત્ની અને દીકરીની કરી હતી હત્યા!


