Botad : સિંગર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કર્યા કષ્ટભંજન દેવના દર્શન, કહ્યું-"મારી સફળતા પાછળ દાદાના આશીર્વાદ"
- બોટાદ (Botad) સાળંગપુર (Salangpur) માં હિમેશ રેશમિયા (Himesh Reshammiya)દાદાના દરબારે પહોંચ્યા
- બોલિવૂડના જાણીતા સિંગર Himesh Reshammiya પરિવાર સાથે મંદિરમાં આવ્યા
- દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા
- મંદિર પરિસરમાં ભક્તો અને લોકોએ સેલ્ફી લીધી
- હિમેશ રેશમિયા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમએ કરી EXCLUSIVE વાત
Himesh Reshammiya in Botad : સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) એ આજે બોટાદ (Botad) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur) ખાતે કષ્ટભંજન દેવ (Kashtabhanjan Dev) ના દર્શન કર્યા હતા. હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે દાદાના દરબારમાં શીશ નમાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
Himesh Reshammiya નો ગુજરાત પ્રત્યેનો અતૂટ પ્રેમ
મૂળ ગુજરાતના જ વતની એવા હિમેશ રેશમિયાએ 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને સાળંગપુર દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. તેમણે કહ્યું કે, "હું અહીં અવારનવાર દાદાના આશીર્વાદ લેવા આવું છું. મારી ફિલ્મોની સફળતા અને મને મળેલી પ્રસિદ્ધિ પાછળ દાદાની કૃપા અને અહીંના સંતોના આશીર્વાદ રહેલા છે."
"મેં મારી જિંદગીની પહેલી કમાણી ગુજરાતમાંથી જ કરી હતી : Himesh Reshammiya
હિમેશ રેશમિયાએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, "મેં મારી જિંદગીની પહેલી કમાણી ગુજરાતમાંથી જ કરી હતી. હું મ્યુઝિકમાં આવ્યા પહેલા સિરિયલ બનાવતો હતો ત્યારે હું 16 થી 17 વર્ષનો હતો. ત્યારથી મને ગુજરાતની જનતાનો ભરપૂર પ્રેમ મળ્યો છે.
ચાહકોમાં ભારે ઉત્સાહ
હિમેશ રેશમિયા સાળંગપુર પહોંચ્યા હોવાની જાણ થતા જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ પોતાના મનપસંદ સિંગર સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. હિમેશ રેશમિયાએ પણ ખૂબ જ સરળતાથી ચાહકો સાથે ફોટા પડાવ્યા હતા અને લોકોનો આભાર માન્યો હતો. અંતમાં તેમણે પ્રાર્થના કરી હતી કે તેઓ ભવિષ્યમાં પણ આવું જ સારું કામ કરતા રહે.
Botad | Salangpur માં Himesh Reshammiya દાદાના દરબારે પહોંચ્યા | Gujarat First
બોલિવૂડના જાણીતા સિંગર પરિવાર સાથે મંદિરમાં આવ્યા
દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા
મંદિર પરિસરમાં ભક્તો અને લોકોએ સેલ્ફી લીધી
હિમેશ રેશમિયા સાથે EXCLUSIVE વાત ચીત
ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે કરી… pic.twitter.com/JpiOByO5uu— Gujarat First (@GujaratFirst) February 25, 2026
આ પણ વાંચો : Jamnagar રિલાયન્સ રિફાઇનરીમાં આતંકવાદી હુમલો? જાણો શું છે હકીકત!


