Bharuch જિલ્લામાં રાજકારણને લઈને મોટા સમાચાર, AAP MLA Chaitar Vasava સામે એક સાથે 3 FIR
- ભરૂચ જિલ્લામાં રાજકારણને લઈને મોટા સમાચાર
- AAP MLA Chaitar Vasava સામે 3 ફરિયાદ
- ઝઘડિયાની કંપનીમાં થયેલી બબાલ મામલે ફરિયાદ
- સરકારી કામમાં દખલ, કંપનીમાં ગેરકાયદે પ્રવેશ મામલે ફરિયાદ
AAP MLA Chaitar Vasava FIR: ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી GIDCની એક કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ મામલો વધુ બિચક્યો છે. આ ઘટનામાં અસરગ્રસ્તોની વહારે પહોંચેલા આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે પોલીસે એક સાથે ત્રણ અલગ-અલગ ફરિયાદો દાખલ કરતા રાજકારણ ગરમાયું છે.
AAP MLA Chaitar Vasava સામે 3 ફરિયાદ
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી આ ત્રણેય એફઆઈઆરને (FIR) સેન્સેટિવ વિભાગમાં મૂકવામાં આવી છે.મળતી માહિતી મુજબ, કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની અને રોશન વસાવા નામના એક વ્યક્તિ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષે જાહેરમાં લાફાવાળી થઈ હોવાનું સામે આવ્યું છે.
ત્રણેય FIR 'સેન્સેટિવ' કેટેગરીમાં મુકાઈ
પોલીસે રોશન વસાવાને માર મારવા બદલ એક ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી બે ફરિયાદો સરકારી કામમાં દખલગીરી કરવા અને કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે પોલીસે ચૈતર વસાવા સહિતના લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot City Bus Accident:સીટી બસે બાળકો ભરેલી વાનને ફંગોળી, સ્થાનિકોએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો


