Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur: તરસ છિપાવવા મહિલાઓનો કાળઝાળ ગરમીમાં રઝળપાટ, છતાં નસીબમાં માત્ર ગંદુ પાણી!

છોટાઉદેપુરના સિહાદા ગામમાં 7000ની વસ્તી સામે પાણીની ભારે અછત સર્જાઈ છે. 100 હેન્ડપંપ હોવા છતાં મહિલાઓએ પાણી માટે રઝળપાટ કરવી પડે છે. 'નળ સે જળ' યોજના અમલમાં હોવા છતાં લગ્ન જેવા પ્રસંગોમાં પણ ટેન્કરથી પાણી ખરીદવું પડે છે. ગ્રામજનો હવે સરકાર પાસે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ માગે છે.
chhotaudepur  તરસ છિપાવવા મહિલાઓનો કાળઝાળ ગરમીમાં રઝળપાટ  છતાં નસીબમાં માત્ર ગંદુ પાણી
Advertisement
  • Chhotaudepur: સિહાદામાં પાણી માટે રઝળપાટ
  • 100 હેન્ડપંપ હોવા છતાં લોકો તરસ્યા!
  • નળ સે જળ યોજના માત્ર કાગળ પર
  • લગ્નમાં પણ ટેન્કરથી પાણી મંગાવવું પડે

Chhotaudepur Water Shortage: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા (Sihada) ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકોને બે બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. સરકારની “નળ સે જળ” યોજના હેઠળ નળ તો લગાવાયા છે, પરંતુ તેમાં પાણી નહીં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામલોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Chhotaudepur, Sihada village, water shortage 8

Advertisement

100 જેટલા હેન્ડપંપ હોવા છતાં વિકટ સમસ્યા

કવાંટ (Kavant) તાલુકાનું સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું. કલાકો સુધી હેન્ડ પંપ હલાવે છે ત્યારે માંડ કે ઘડો પાણી મળે છે .જેને મળે તેનું નસીબ ન મળે તો મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકવું પડે છે. દૂર દૂર સુધી મહિલા ઓ ને ભટકવું પડતું હોય ઉનાળા ના સમયે મહિલા ઓ ને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે . આજ થી નહીં વર્ષો થી ગામ ના લોકો પીવા ના પાણી માટે ઝઝૂમે છે. આ ગામમાં સરકારની પાણીદાર યોજના નળ એ જળ યોજના પણ લાવવા માં આવે છે. પણ કોન્ટ્રાક્ટરે કેવળ વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. નળ સે જળ યોજના અંતર્ગત ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા પણ નળમાં પાણી નથી આવ્યું.

Advertisement

Chhotaudepur, Sihada village, water shortage 5

મહિલાઓને વહેલી સવારથી પાણી માટે વલખાં

સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી “નળ સે જળ” યોજના અહીં કાગળ પર જ સીમિત રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તો મહિલા ઓ વહેલી સવાર થી હેન્ડપંપ પર કલાકો સુધી બેસી રહે છે. જે પાણી આવે છે તે ગંદુ આવે છે તેમ છતાં મહિલાઓ આ પાણી પીવા મજબુર બની છે જયારે ગમે તેમ કરી મહિલા ઓ બે બેડા પાણી માટે વલખાં મારે છે.થોડાજ સમય માં ટીપુ ટીપુ પાણી જે આવે છે તે પણ બંધ થઈ જશે .ત્યારે શું ? .કુવા અને બાજુ માંથી પસાર થતી ધામની નદી પણ હવે સૂકી ભટ્ટ બની છે. પાણી માટે વલખાં મારતાં ગામ લોકો માં ભારો ભાર આક્રોશ જોવાઈ રહ્યો છે.

Chhotaudepur, Sihada village, water shortage 222

સમસ્યા હલ કરવા ગ્રામજનોની માગ

એક તરફ ગામલોકો પોતાનાં પરિવાર માટે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પાણીની અછતને કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણી ની યોજના અમલમાં મુકવાની માંગ કરી રહ્યા છે જેથી ગામને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે.

Chhotaudepur, Sihada village, water shortage 10

લગ્ન પ્રસંગમાં પાણી વિના હાલાકી

સૌથી વધુ પાણી ની તકલીફ જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમને પડે છે . આજે ગામ ના લગ્ન પ્રસંગ માં માંડવો બંધાયો છે , ઢોલ પણ ધબકી રહ્યા છે. શહેનાઇના સૂર પણ રેલાઈ રહ્યા છે. મહેમાનો પણ આવી ગયા ,પણ મહેમાને પીવાના પાણીની વ્યવસ્થા માટે  વરરાજના ઘરના  લોકો ટેન્કરો દ્વારા વેચાતું પાણી લાવી રહ્યા છે . વરરાજા નું કહેવું છે કે જ્યારે પણ ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં આજ સ્થિતિ ઉભી થાય છે.

Chhotaudepur, Sihada village, water shortage 3

મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓ

સિહાદા ગામમાં પીવાના પાણી માટે ટીપુ ટીપુ પાણી મેળવવા મહિલાઓનો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. “નળ સે જળ” જેવી યોજનાઓ હોવા છતાં પણ લોકો સુધી પાણી નહીં પહોંચતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સરકાર ગામલોકોની પીડાને સમજી ક્યારે કાયમી ઉકેલ લાવે છે.

અહેવાલઃ સલમાન મેમણ

Tags :
Advertisement

.

×