Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Chhotaudepur : સમસ્ત આદિવાસી સમાજે મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર (Chhotaudepur) તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં ડીજેના વધતા વપરાશ અને બિનજરૂરી ખર્ચ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ બાબતે છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ (Tribal Community) તથા તાલુકા સરપંચ સંઘ દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
chhotaudepur   સમસ્ત આદિવાસી સમાજે મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું
Advertisement
  1. Chhotaudepur માં લગ્ન પ્રસંગોમાં એક જ ડીજેની માંગ
  2. લગ્નમાં અનેક ડીજે મુદ્દે સરપંચ સંઘનું આવેદન
  3. પરવાનગી વગરના ડીજે સામે કડક કાર્યવાહી માંગ
  4. લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ સામે આદિવાસી સમાજ

Chhotaudepur : છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં ડીજેના વધતા વપરાશ અને બિનજરૂરી ખર્ચ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ બાબતે છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ (Tribal Community) તથા તાલુકા સરપંચ સંઘ દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Chhotaudepur માં એક જ લગ્ન પ્રસંગમાં 8-9 ડીજે વાગતા હોવાના બનાવો

આવેદનમાં જણાવ્યા મુજબ, છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોમાં લગ્ન પ્રસંગ દરમિયાન બિનજરૂરી ખર્ચ કરીને અનેક ડીજે બોલાવવામાં આવે છે. ઘણી જગ્યાએ એક જ લગ્ન પ્રસંગમાં 8 થી 9 જેટલા ડીજે વાગતા હોવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે માત્ર પરિવાર પર આર્થિક બોજ વધે છે એટલું જ નહીં પરંતુ, ગામમાં અવાજ પ્રદૂષણ અને અશાંતિની પરિસ્થિતિ પણ સર્જાય છે.

Advertisement

આદિવાસી સમાજના આગેવાનો, સરપંચ સંઘનાં પ્રતિનિધિઓેની રજૂઆત

આદિવાસી સમાજના (Tribal Community) આગેવાનો અને સરપંચ સંઘના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે મોટા ભાગના ડીજે પરવાનગી વગરના હોય છે અને નિયમોનું ઉલ્લંઘન કરીને ઊંચા અવાજે વગાડવામાં આવે છે. આવા ડીજેના કારણે વડીલો, બાળકો, વિદ્યાર્થીઓ તેમ જ બીમાર વ્યક્તિઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Advertisement

આ પણ વાંચો -SIR : કોંગ્રેસનો વિરોધ, ભાજપનો પલટવાર, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા, વાંચો વિગત

પરવાનગી ધરાવતો માત્ર એક જ ડીજે વગાડવાની મંજૂરી આપવા અપીલ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરપંચ સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે લગ્ન પ્રસંગોમાં માત્ર એક જ પરવાનગી ધરાવતો ડીજે વગાડવાની મંજૂરી (Ban on DJ) આપવામાં આવે. સાથે જ પરવાનગી વગરના ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે અને આવા કિસ્સાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. આ આવેદન આપવા દરમિયાન આદિવાસી સમાજના આગેવાનો, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સરપંચો અને ગ્રામ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમામે એકસૂરથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે અને બિનજરૂરી ખર્ચ અટકાવવામાં આવે તેવી માંગ કરી હતી.

અહેવાલ : સલમાન મેમણ, છોટાઉદેપુર

આ પણ વાંચો -ગુજરાતી રંગભૂમિને સૌથી મોટી ખોટ : દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક રાજુ બારોટનું હૃદયરોગના હુમલાથી અકાળે નિધન

Tags :
Advertisement

.

×