Surendranagar: જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના નામે 'ખેલ'! ઋત્વિક મકવાણાનો SIR મુદ્દે મોટો ધડાકો
- સુરેન્દ્રનગર-ચોટીલા (Surendranagar-Chotila) માં SIR મુદ્દે કોંગ્રેસનો મોટો આરોપ
- પૂર્વ MLA ઋત્વિક મકવાણા (Ritwik Makwana) એ SIR કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો
- થાનના પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ (Shahbudin Rathod) નું ફોર્મ નં. 7 ભરાઈ ગયાનો દાવો
- પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કર્યાનો દાવો
- મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો દાવો
- લોકોને મતદાર યાદી મુદ્દે સાવચેત રહેવા ઋત્વિક મકવાણાની અપીલ
Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં SIR ની કામગીરી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને મોટો રાજકીય વિવાદ છેડાયો છે. ચોટીલા (Chotila) ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Ritwik Makwana) એ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, SIR ની કામગીરીના બહાને મતદાર યાદીમાં મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી આચરવામાં આવી રહી છે.
જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના નામે 'ખેલ'
આ વિવાદમાં સૌથી ચોંકાવનારો દાવો એ છે કે, થાનના ગૌરવ અને વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા માટે કોઈએ ફોર્મ નંબર 07 ભરી દીધું છે. ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા આયોજનબદ્ધ રીતે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ પણ યાદીમાંથી કાઢી નાખવાનો પ્રયાસ થયો છે. જો આવી જાણીતી હસ્તી સાથે આવું થઈ શકતું હોય, તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ હશે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે.
Surendranagar -Chotila માં SIR મુદ્દે Congress નો મોટો આરોપ । Gujarat First
સુરેન્દ્રનગર-ચોટીલામાં SIR મુદ્દે કોંગ્રેસનો મોટો આરોપ
પૂર્વ MLA ઋત્વિક મકવાણાએ SIR કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો
થાનના પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાઈ ગયાનો દાવો
પદ્મશ્રી શાહબુદીનભાઈ… pic.twitter.com/xqjCV4jIBu— Gujarat First (@GujaratFirst) January 24, 2026
મતદાર યાદી સુધારણામાં ગેરરીતિનો આરોપ
પૂર્વ ધારાસભ્યએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, "SIR અંતર્ગત જે કામગીરી થઈ રહી છે, તેમાં સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) ના નામે વિરોધ પક્ષના મતો અથવા તટસ્થ લોકોના નામ કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ લોકશાહીની ગરિમા વિરુદ્ધની બાબત છે.
જનતાને સાવચેત રહેવા અપીલ
ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગર અને ચોટીલા વિસ્તારના લોકોને આ મામલે અત્યંત સાવધ રહેવા તાકીદ કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે દરેક નાગરિક પોતાની મતદાર યાદીમાં નામની ચકાસણી કરી લે, જેથી ચૂંટણી સમયે કોઈનું નામ યાદીમાંથી ગાયબ ન હોય.
આ આક્ષેપોને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે. આગામી સમયમાં આ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક આંદોલન કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Navnit Baladhiya Case માં કોળી સમાજ હવે લડાયક મૂડમાં, આ તારીખે યોજાશે 'મહાસભા'


