Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dahod: દાહોદમાં કાળમુખી ક્રૂઝરનો કહેર, સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર ઢસડ્યા, કમકમાટીભર્યું મોત!

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. એક પૂરપાટ ઝડપે (High Speed) આવી રહેલી ક્રૂઝર ગાડીએ સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા બાદ ઊભી રાખવાને બદલે તેમને લાંબા અંતર સુધી ઢસડ્યા હતા.
dahod  દાહોદમાં કાળમુખી ક્રૂઝરનો કહેર  સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર ઢસડ્યા  કમકમાટીભર્યું મોત
Advertisement
  • Dahod: માનવતા મરી પરવારી!
  • દાહોદમાં હિટ એન્ડ રન, 1 કિલોમીટર દૂરથી વૃદ્ધનો મળ્યો મૃતદેહ
  • બેફામ ગતિ અને બેદરકાર ચાલક
  • પરેલ ત્રણ રસ્તા પાસે વૃદ્ધનો જીવ લેતી ક્રૂઝર, ચાલક જેલના સળિયા પાછળ

Dahod: દાહોદમાં હિટ એન્ડ રનની (Hit and Run) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ ક્રૂઝર ગાડીના ચાલકે વૃદ્ધ સાયકલ ચાલકને અડધો કિલોમીટર સુધી ઢસડીને મોતને ઘાટ ઉતાર્યા છે. આ અકસ્માતને (Accident) પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Dahod 01_GUJARAT_FIRST

Advertisement

Dahod: ઘટનાની વિગતો (Case Details)

દાહોદના પરેલ ત્રણ રસ્તા પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક ક્રૂઝર ગાડીના ચાલકે સાયકલ ચાલકને અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડ્યો હતો. આ અકસ્માતમાં સાયકલચાલક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું. કારનો પીછો કરતા અકસ્માત સ્થળથી અંદાજે એક કિલોમીટર દૂરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.  પરેલના કારખાના (Factory) નજીકથી મળી આવેલા મૃતદેહને પોલીસે કબજે કર્યો હતો. અને પોસ્મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક વૃદ્ધની ઓળખ દાહોદ નજીકના વાંદરીયા ગામના 63 વર્ષીય મોહનભાઈ ગરાસિયા (Mohanbhai Garasiya) તરીકે થઈ છે.

Advertisement

આ પણ વાંચો----- Rajkot: રાજકોટમાં ખેલાઈ ‘ખૂનની ધુળેટી’, રાત્રે પથ્થરના ઘા મારી નેપાળી યુવકની કરાઈ હત્યા

Dahod: પોલીસ કાર્યવાહી (Police Action)

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને બી ડિવિઝન પોલીસ (B Division Police) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ક્રૂઝર ગાડીના ચાલકને ઝડપી પાડ્યો (Arrested) છે.

Dahod 02_GUJARAT_FIRST

Dahod: પરિવારમાં માતમ (Mourning in Family)

વાંદરીયા ગામના સરપંચ પરમાર વેલુભાઈના જણાવ્યા અનુસાર, આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અને ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. નિર્દોષ વૃદ્ધનું અકસ્માતમાં મોત થતા પરિવારજનો ઘેરા આઘાતમાં (Deep Shock) સરી પડ્યા છે.

પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો----- Vadodara: વડોદરા કે 'ભુવા-દરા'?, વગર વરસાદે શહેરના રસ્તામાં પડ્યો મસમોટો ખાડો!

Tags :
Advertisement

.

×