Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dahod Cash Seize: દાહોદના લીમખેડામાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ, આંગડિયા કનેક્શન ખુલ્યું

Dahod Cash Seize: દાહોદ (Dahod) જિલ્લામાં લીમખેડા પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. લીમખેડા ( Limkheda) ની ધાનપુર ચોકડી (Dhanpur Crossroads) પાસે રૂટીન વાહન ચેકિંગ દરમિયાન એક અર્ટિગા કારમાંથી 2.56 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી (રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે. આ રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા મોકલવામાં આવી રહી હતી.
dahod cash seize  દાહોદના લીમખેડામાંથી 2 56 કરોડની રોકડ ઝડપાઈ  આંગડિયા કનેક્શન ખુલ્યું
Advertisement
  • દાહોદ (Dahod) ના લીમખેડાથી મોટી માત્રામાં રોકડ ઝડપાઈ
  • ધાનપુર ચોકડી પાસે કારમાંથી 2.56 કરોડથી વધુ રોકડ મળી
  • પોલીસને ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રકમ મળી આવી
  • તપાસમાં કારમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા
  • 2 કરોડ 56 લાખ 80 હજાર 500 રુપિયા રોકડ મળી આવી

Dahod Cash Seize: દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસ દ્વારા ધાનપુર ચોકડી પાસે સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક અર્ટિગા કારને અટકાવી તેની તલાશી લેવામાં આવતા પોલીસને કારમાંથી ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે પંચોની હાજરીમાં આ પાર્સલ ખોલીને તપાસતા તેમાંથી ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

દાહોદ (Dahod) ના લીમખેડાથી મોટી માત્રામાં રોકડ ઝડપાઈ

નોટોની ગણતરી કરતા કુલ 2,56,80,500 (બે કરોડ છપ્પન લાખ એંસી હજાર પાંચસો) રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં કાર ચાલક રાજુભાઈ નીનામા આ મોટી રકમ અંગે કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા (Legal Documents) રજૂ કરી શક્યા નહોતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ રકમ દાહોદના ભરત ચોપડા દ્વારા વડોદરા પહોંચાડવા માટે આપવામાં આવી હતી.

Advertisement

Advertisement

પોલીસે રોકડની એન્ટ્રી કરી ઇન્કમટેક્સ વિભાગને કરી જાણ

લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ હેઠળ સીઝ (Seize) કરી છે અને તેને સુરક્ષિત રીતે સરકારી ટ્રેઝરી (Treasury) માં જમા કરાવી દીધી છે. પોલીસે આ મામલે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ઇન્કમટેક્સ વિભાગ (Income Tax Department) ને સત્તાવાર જાણ કરી છે. હવે ઇન્કમટેક્સ વિભાગ આ નાણાં ક્યાંથી આવ્યા અને તેના સ્ત્રોત શું છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો:  Rajkot Airport પરથી 400 કિલો ચાંદી ઝડપાયા મામલે મોટો ખુલાસો, આટલા કિલો ચાંદી બિનહિસાબી નીકળી

Tags :
Advertisement

.

×