Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dahod Dog Attack News: રખડતા શ્વાને માસૂમને ફાડી ખાવા કર્યો પ્રયાસ, મોતના મુખમાંથી માંડ માંડ બચ્યો બાળક

Dahod Garbaada Dog Attack: દાહોદ (Dahod) જિલ્લાના ગરબાડા (Garbaada) માં રખડતા શ્વાને 6 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ત્યારે આ ઘટનાને પગલે તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
dahod dog attack news  રખડતા શ્વાને માસૂમને ફાડી ખાવા કર્યો પ્રયાસ  મોતના મુખમાંથી માંડ માંડ બચ્યો બાળક
Advertisement
  •  દાહોદ (Dahod) ના ગરબાડા (Garbaada) માં રખડતા શ્વાનનો ત્રાસ
  • ઘર આંગણે રમતા 6 વર્ષના બાળક પર કર્યો હુમલો (Dog Attack)
  • બાળકને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ
  • બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
  • માસૂમ બાળક પર હુમલાની ઘટનાને લઈને પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ

Dahod Garbaada Dog Attack: દાહોદ (Dahod) જિલ્લાના ગરબાડા (Garbaada) તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનનો ત્રાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આજે ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ઘરની બહાર રમી રહેલા એક 6 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક એક ખૂંખાર શ્વાને હુમલો (Dog Attack) કરી દીધો હતો.

 Dahod Dog Attack News-Gujarat first

Advertisement

 દાહોદ (Dahod) ના ગરબાડામાં  6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો

બાળક કંઈ સમજે તે પહેલા જ શ્વાને તેને દબોચી લીધો હતો અને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર રીતે બચકા ભરીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

Advertisement

 Dahod Dog Attack News-Gujarat first

પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ

બાળકની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ, માસૂમ બાળક પર થયેલા હુમલાને લઈને પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનોના ત્રાસથી ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અહેવાલ: રાહુલ ગારી , ગરબાડા

આ પણ વાંચો:  Gujarat Monsoon 2026: આ વર્ષે ચોમાસાનો કેવો રહેશે મિજાજ? જાણો શું કહે છે હવામાનનો વરતારો

Tags :
Advertisement

.

×