Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod: ગાંગરડીના તળાવમાંથી મળેલો મૃતદેહ કોનો? પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

દાહોદના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે મહુનાળા તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વહેલી સવારે ગ્રામજનોએ લાશ જોતા પોલીસને જાણ કરી હતી. ગરબાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી યુવકની ઓળખ મેળવવા અને આ મોત હત્યા છે કે અકસ્માત તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
dahod  ગાંગરડીના તળાવમાંથી મળેલો મૃતદેહ કોનો  પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Advertisement
  • Dahod:  ગાંગરડીના મહુનાળા તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
  • ગ્રામજનોએ તળાવમાં લાશ તરતી જોતા પોલીસને જાણ કરી
  • ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી યુવકની ઓળખના પ્રયાસો હાથ ધરાયા

Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા હેઠળ આવતા ગાંગરડી ગામ (Gangardi village) માં આજે વહેલી સવારે ભારે ખળભળાટ મચી ગયો હતો. ગામના પાદરે આવેલા તળાવમાં ગ્રામજનોએ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોતાં જ અંચબામાં મૂકાઈ ગયા હાતા. સવારના સમયે પાણીમાં લાશ હોવાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક ધોરણે ગરબાડા પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે મૃતદહેની ઓળખ કરવા અને ઘટના પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×