Viral Video: આ સવારી છે કે મોતનો કુવો? દાહોદમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા, RTO સામે સવાલો
Dahod Viral Video: દાહોદના લીમખેડા હાઈવે પર ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને જતી એક તુફાન ગાડીનો જોખમી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાહનની છત અને સાઈડમાં લટકીને જતા પ્રવાસીઓના કારણે મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક RTO અને ટ્રાફિક પોલીસની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Advertisement
Dahod Limkheda Highway Dangerous Travel Viral Video: ગુજરાતના (Gujarat) દાહોદ (Dahod) જિલ્લામાંથી સોશિયલ મીડિયા (Social Media) પર એક હૃદયકંપાવનારો વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો લીમખેડા હાઈવે (Limkheda Highway) પરનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ખાનગી કમાન્ડર તુફાન ગાડીમાં ક્ષમતા કરતા પણ વધુ મુસાફરો ભરીને જીવના જોખમે દોડાવવામાં આવી રહી છે. ટ્રાફિકના તમામ નિયમોના લીરેલીરા ઉડાડતો આ વીડિયો અત્યારે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

