Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dahod Stray Dog Attack: રમતા રમતા બાળક પર કાળ ત્રાટક્યો, શ્વાને માથું ફાડી નાખ્યું

દાહોદ જિલ્લાના સિંગવડ પંથકમાં રખડતા શ્વાનોએ જાણે કે નિર્દોષોના લોહીની તરસ છિપાવવાનું નક્કી કર્યું હોય તેવો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ઘરના આંગણામાં જ હસતા-ખેલતા એક પાંચ વર્ષના માસૂમ પર અચાનક ત્રાટકેલા કાળે આખા ગામને થરથરાવી દીધું છે. શું તંત્ર આ હિંસક બનતા શ્વાનોને નાથવામાં સફળ જશે કે પછી હજુ કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે?
dahod stray dog attack  રમતા રમતા બાળક પર કાળ ત્રાટક્યો  શ્વાને માથું ફાડી નાખ્યું
Advertisement
  • દાહોદના સિંગવડમાં રખડતા શ્વાનનો કહેર!
  • પહાડ ગામમાં ઘર આંગણે રમતા 5 વર્ષના બાળક પર હુમલો
  • હિંસક શ્વાને માસૂમના માથા અને હાથના ભાગે ભર્યા બચકા
  • લોહીલુહાણ હાલતમાં બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  • સિંગવડ પંથકમાં શ્વાનોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ

Dahod Stray Dog Attack :  ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક (Stray Dog Menace) દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શ્વાનો હવે એટલા હિંસક બન્યા છે કે તેઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના દાહોદના સિંગવડ (Singvad) તાલુકાના પહાડ ગામ (Pahad Village) માં બની છે, જ્યાં એક રખડતા શ્વાને 5 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો (Dog Attack) કર્યો હતો.

Dahod Stray Dog Attack : શ્વાને હુમલો કરી બાળકને પાડી દીધો

મળતી માહિતી મુજબ, પહાડ ગામમાં રહેતો આ માસૂમ બાળક પોતાના ઘરની બહાર આંગણામાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક બનેલા રખડતા શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકને જમીન પર પાડી દઈને તેના માથા (Head Injury) અને હાથના ભાગે ગંભીર રીતે બચકા ભર્યા હતા. બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

Advertisement

Advertisement

માથાના ભાગે કર્યો ઊંડા ઘા

અત્યંત ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા બાળકને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ (Hospital Treatment) માં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, શ્વાને બાળકના માથાના ભાગે ઊંડા ઘા કર્યા હોવાથી તેની સ્થિતિ નાજુક છે અને હાલ સઘન સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ

આ ઘટનાને પગલે સમગ્ર પહાડ ગામ અને સિંગવડ પંથકમાં ભારે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને વહીવટી તંત્ર (Local Administration) આ સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યું છે. જો તંત્ર દ્વારા વહેલી તકે શ્વાનોને પકડવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ ગંભીર જાનહાનિ થવાની ભીતિ પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Morbi Girl Accident : રમત-રમતમાં માસૂમનો જીવ ગયો, સ્પીડમાં આવતી કારે બાળકીને કચડી

Tags :
Advertisement

.

×