Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dang Forest Fire : પોલીસ જવાનો બન્યા 'ફાયર ફાઇટર', જંગલની ભીષણ આગ બુઝાવી અમૂલ્ય સંપત્તિ બચાવી

Dang Forest Fire : ડાંગ (Dang) જિલ્લાના પિંપરી (Pimpri) નજીક જંગલ વિસ્તારમાં લાગેલી આગને (Forest Fire) પોલીસ જવાનોએ પોતાની સૂઝબૂઝથી કાબૂમાં લીધી છે. આહવા-વઘઇ રોડ (Ahwa-Vaghai Road) પર નાઇટ પેટ્રોલિંગ (Night Patrolling) દરમિયાન પોલીસ જવાનોની નજર અચાનક જંગલમાં ભભૂકેલી આગ પર પડી હતી.
dang forest fire   પોલીસ જવાનો બન્યા  ફાયર ફાઇટર   જંગલની ભીષણ આગ બુઝાવી અમૂલ્ય સંપત્તિ બચાવી
Advertisement
  • ડાંગ (Dang)  ના પિંપરી (Pimpri)  નજીક જંગલમાં લાગેલી આગ (Forest Fire) કાબૂમાં
  • નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોએ આગ બુઝાવી
  • આહવા થી વઘઇ રોડ પરના જંગલ વિસ્તારમાં લાગી હતી આગ
  • ઝાડની ડાળીઓથી ઝાડુ બનાવી આગ પર કાબૂ બુઝાવી
  • સૂકા પાંદડા અલગ કરી આગને આગળ ફેલાતા અટકાવી

Dang Forest Fire : ડાંગ (Dang) જિલ્લાના પિંપરી (Pimpri) નજીક જંગલ વિસ્તારમાં લાગેલી આગને (Forest Fire) પોલીસ જવાનોએ પોતાની સૂઝબૂઝથી કાબૂમાં લીધી છે. આહવા-વઘઇ રોડ (Ahwa-Vaghai Road) પર નાઇટ પેટ્રોલિંગ (Night Patrolling) દરમિયાન પોલીસ જવાનોની નજર અચાનક જંગલમાં ભભૂકેલી આગ પર પડી હતી. આગની તીવ્રતા જોઈને વન વિભાગની (Forest Department) રાહ જોયા વગર જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

Dang Forest Fire- Gujarat first

Advertisement

વીજ લાઈન અને ટ્રાન્સફોર્મર બચાવ્યા

આગ જ્યાં લાગી હતી તેની બિલકુલ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર (Electric Transformer) અને વીજળીના વાયરો (Power Lines) પસાર થતા હતા. જો આગ ત્યાં સુધી પહોંચી હોત તો મોટું નુકસાન થઈ શક્યું હોત. પોલીસ જવાનોએ જંગલની ડાળીઓ કાપીને તેનાથી 'ઝાડુ' (Broom) બનાવ્યા હતા અને આગ પર સતત પ્રહાર કરીને તેને ઓલવી નાખી હતી.

Advertisement

Dang Forest Fire- Gujarat first

જંગલ સંપત્તિનું રક્ષણ

પોલીસે સૂકા પાંદડા અને ડાળીઓને અલગ કરી 'ફાયર લાઈન' (Fire line) જેવી સ્થિતિ બનાવી હતી, જેથી આગ આગળ ફેલાતી અટકી હતી. પોલીસની આ સમયસૂચકતાને કારણે અમૂલ્ય જંગલ સંપત્તિ (Forest Wealth) બચી ગઈ છે. જંગલમાં આગ બુઝાવતા પોલીસના આ વીડિયો (Videos) હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Bhavnagar: જાહેરમાં યુવાનને પતાવી દેવાયો! ASP અને DYSP સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

Tags :
Advertisement

.

×