Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Diu PSI News: ACBને થાપ આપી ફરાર થનાર ઘોઘલાના PSI બલેન્દ્ર અજમેદો સસ્પેન્ડ

Diu PSI News: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ (PSI) બલેન્દ્ર અજમેદો વિરુદ્ધ દમણ પ્રશાસને લાલ આંખ કરી છે. લાંચ માંગવાના ગંભીર આક્ષેપો અને ACBની કાર્યવાહી દરમિયાન ફરાર થઈ જવાના મામલે પ્રશાસને મોટી કાર્યવાહી કરતા PSI બલેન્દ્ર અજમેદોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
diu psi news  acbને થાપ આપી ફરાર થનાર ઘોઘલાના psi બલેન્દ્ર અજમેદો સસ્પેન્ડ
Advertisement
  • દીવ (Diu) ઘોઘલાના PSI પર દમણ તંત્રની મોટી કાર્યવાહી
  • લાંચ માંગવાના કેસમાં PSI બલેન્દ્ર અજમેદો સસ્પેન્ડ
  • ACBપહોંચે તે પહેલાં PSI બલેન્દ્ર અજમેદો ફરાર
  • PSI બલેન્દ્ર અજમેદોની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો
  • 17 એપ્રિલે બલેન્દ્ર અજમેદોએ ACBએ નોંધ્યો હતો ગુનો

Diu PSI News: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ (PSI) બલેન્દ્ર અજમેદો વિરુદ્ધ દમણ પ્રશાસને લાલ આંખ કરી છે. લાંચ માંગવાના ગંભીર આક્ષેપો અને ACBની કાર્યવાહી દરમિયાન ફરાર થઈ જવાના મામલે પ્રશાસને મોટી કાર્યવાહી કરતા PSI બલેન્દ્ર અજમેદોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

દીવ (Diu) ઘોઘલાના PSI પર દમણ તંત્રની મોટી કાર્યવાહી

મળતી વિગતો મુજબ, ગત 17 એપ્રિલ 2026 ના રોજ દમણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા PSI બલેન્દ્ર અજમેદો વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના અનુસંધાને ACBની ટીમ જ્યારે દીવ ખાતે દરોડા પાડવા અને PSIની ધરપકડ કરવા પહોંચી હતી, ત્યારે PSI અજમેદો ACBના અધિકારીઓને મિનિટોમાં થાપ આપીને ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા. ACBના આ નિષ્ફળ દરોડા અને PSIના ફરાર થવાની ઘટના બાદ મામલો ગરમાયો હતો.

Advertisement

Diu PSI Balendra Ajmedo Suspended-Gujarat first2

Advertisement

લાંચ માંગવાના કેસમાં PSI બલેન્દ્ર અજમેદો સસ્પેન્ડ

હવે, દમણ પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લઈ PSI બલેન્દ્ર અજમેદોને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Diu PSI Balendra Ajmedo Suspended-Gujarat first2

ધરપકડની લટકતી તલવાર

સસ્પેન્શન બાદ હવે બલેન્દ્ર અજમેદોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થવાના એંધણ છે. દીવ-દમણ ACB દ્વારા તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ACB દ્વારા ફરાર PSI ની તપાસ અત્યંત ગુપ્ત રીતે ચાલી રહી છે. તપાસ જેમ-જેમ આગળ વધશે, તેમ-તેમ ડુંગળીના પડની જેમ નવા ખુલાસા થવાની શક્યતા છે.

રીટાયરમેન્ટના એક મહિના પહેલા જ આફત

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, PSI બલેન્દ્ર અજમેદો ફક્ત એક મહિનામાં જ નોકરીમાંથી રીટાયર થવાના હતા. રીટાયરમેન્ટના આરે ઉભેલા PSI હવે ACBના સકંજામાં બરોબરના ફસાયા છે, જેના કારણે તેમનું ભવિષ્ય ધૂંધળું બની ગયું છે.

નામી-અનામી સંપત્તિની પણ થશે તપાસ

ACB દ્વારા PSI અજમેદો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને એકઠી કરવામાં આવેલી નામી-અનામી સંપત્તિની પણ તળિયાથી નળિયા સુધી તપાસ કરવામાં આવશે. આ તપાસમાં PSI ની સંપત્તિ અને તેના સ્ત્રોતો અંગે મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. દમણ ACB ની આ કાર્યવાહી આગામી સમયમાં વધુ કડક બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: ગરમીમાં AC નો વપરાશ કરતા પહેલા આ સમાચાર વાંચી લેજો, Banaskantha માં સર્જાઈ મોટી દુર્ઘટના

Tags :
Advertisement

.

×