Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Salangpur Hanumanji : સાળંગપુરધામમાં દાદાને ઓર્કિડનો શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના પુષ્પોનો દિવ્ય શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
salangpur hanumanji   સાળંગપુરધામમાં દાદાને ઓર્કિડનો શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો
Advertisement
  • Salangpur Hanumanji દાદાને વિશેષ શણગાર
  • ઓર્કિડના ફૂલોનો દાદાને કરાયો શણગાર
  • દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
  • જય કષ્ટભંજનના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
  • 5.30 કલાકે મંગળા આરતી કરાઈ

Salangpur Hanumanji : આજે તા. 28-04-2026 મંગળવારના (tuesday) રોજ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વિશેષ ફૂલની (flowers) ડિઝાઈનના (design) કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને વિદેશી ઓર્કિડના ફૂલો વડે અત્યંત આકર્ષક અને દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજનદેવ દાદાને સુખડીનો (sukhdi) અન્નકૂટ ધરાવી પ્રસાદનો ભોગ લગાડવામાં આવ્યો હતો. વહેલી સવારે 05.30 કલાકે મંગળા આરતી અને સવારે 07.00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. "આજના પવિત્ર મંગળવારે દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર 'જય કષ્ટભંજન' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું." અનેક શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને અન્નકૂટના દર્શનનો લાભ લઈ મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.

salangpur hanumanji gujarat first

Advertisement

25-04-2026ના રોજ દાદાના સિંહાસનને વિશેષ શણગાર કરાયો હતો

દાદાના સિંહાસનને પણ ગુલાબ અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મંગળા આરતી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે સંપન્ન થઈ હતી. શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારની સુખડી અને મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિવારનો દિવસ હોવાથી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે ઉમટી પડ્યા હતા. તમામ ભક્તોએ દાદાના દિવ્ય દર્શનની સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર 'જય કષ્ટભંજન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

આ પણ વાંચો : Salangpur Hanumanji : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓર્કિડના ફૂલો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

Tags :
Advertisement

.

×